લ્યો, આ કોંગ્રેસવાળા કંઇક બીજુ ગતકડુ લઇ આવ્યાં,,,મંદિરમાં આવવુ નહીં અને બહાના બનાવવાના…!
લ્યો, આ કોંગ્રેસવાળા કંઇક બીજુ ગતકડુ લઇ આવ્યાં,,,મંદિરમાં આવવુ નહીં અને બહાના બનાવવાના...!
કોંગ્રેસ દ્વારા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી નહીં આપવા અંગે ચાર શંકરચાર્યોના નિવેદનને ટાંકીને ખુલાસો કર્યો છે કે હાલ માં મંદિરનું કામ પૂર્ણ થયું નથી , અધૂરા મંદિરે ભાજપે રાજકીય ઉપયોગ કરવા ચુંટણીઓ પહેલા એક ઈવેન્ટ તરીકે આ કાર્યક્રમ રાખ્યો હોવાથી કોંગ્રેસે નિમંત્રણનો અસ્વીકાર કર્યો છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા એક વાઇરલ વિડિયોમાં આ અંગેનો ખુલાસો કરાયો છે,જેમાં તેમણે કહ્યું છે કે ” જ્યારે પૂજય શંકરાચાર્યજી મહારાજ પોતે કહેતા હોય કે મંદિરના નિર્માણનું કામ પૂર્ણ થયા પહેલા પ્રાણપ્રતિષ્ઠા ન થઈ શકે ત્યારે ચૂંટણી પહેલા ખાલી રાજકીય લાભ લેવા માટેના ઈવેન્ટનો સવિનય અસ્વીકાર કરવો જરૂરી છે. મંદિરનું નિર્માણ થયા પછી કોઇ પણ આમંત્રણ વગર પુરી આસ્થા સાથે શ્રી રામ ભગવાનના દર્શન કરીશું”
તેમણે એમ પણ કહ્યું રામ નવમી એટલે ભગવાન શ્રીરામનો જન્મદિવસ. એપ્રિલ માસમાં રામનવમી આવે છે ત્યારે તેમના જન્મદિવસે ભાજપે આ કાર્યક્રમ યોજવો જોઈતો હતો પરંતુ એના બદલે જાન્યુઆરી માસમાં પોતાની અનુકૂળતા માટે આખો કાર્યક્રમ રાખ્યો છે જેથી અમે તેના સહભાગી થઈ શકે નહીં




