sabarkathaराष्ट्रीय

હરણાવ નદીના પાણી વિજયનગરના સરસવ ગામમાં પ્રવેશતા અફરાતફરી મચી..

રિપોર્ટર -લલિત ડામોર....

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વિઝીટ કર્યા બાદ વરસાદના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ સાબરકાંઠા ઉપર અમી નજર નાંખી છે અને વિજયનગર પંથકમાં પાણી પાણી થઇ ગયું છે.

સાબરકાંઠાના વિજયનગર સહિતના ઉપરવાસમાં ભારે વરસાદ નોંધાયો છે. અને .પરિણામે વરસેલા ભારે વરસાદને લઈ હારણાવ નદીમાં ઘોડાપૂર આવ્યું હોવાના અહેવાલ છે..હરણાવ નદીમાં ભારે વરસાદથી પાણીનો પ્રવાહ વધતા કાંઠા વિસ્તારમાં જોખમ ઉભુ થયું છે..

હરણાવ નદીના ભારે વરસાદના પાણી વિજયનગરના સરસવ ગામમાં પ્રવેશતા અફરાતફરી મચી ગઇ છે. નદીના પાણી છેક સરસવ શાળાના પરિસર સુધી પહોંચ્યા છે અને .સરસવ ગામમાં પણ પાણી પ્રવેશ્યું છે. પરિણામ જનજીવનને અસર થાય તેમ છે.

સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી સત્વરે હાથ ધરવી જોઇએ એવી એક લાગણી જોવા મળી રહ્યું છે.,

Related Articles

Back to top button