sabarkathaराष्ट्रीय

ઈડરના વસાઈમાં “ગ્રામ પંચાયતનું મકાન નહિ, તો વોટ નહીં” નું બોર્ડ લાગતા હડકંપ મચી…

ઈડરના વસાઈમાં “ગ્રામ પંચાયતનું મકાન નહિ, તો વોટ નહીં” નું બોર્ડ લાગતા હડકંપ મચી...

સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાના વસાઈ ગ્રામજનો દ્વારા ચુંટણી બહિષ્કાર કરતું બોર્ડ ગામમાં લગાવવામાં આવતા સ્થાનિક રાજકારણમાં હડકંપ મચી ગયો છે. તેની સાથે સત્તાધારી રાજકીય પક્ષે વસાઈ ગામમાં પ્રવેશ કરવો નહીં….એવુ પણ બોર્ડ ગ્રામજનો દ્વારા લગાવવામાં આવ્યું છે અને તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

એક તરફ ચૂંટણી પંચ દ્વારા  જ્યારે લોકસભાની ચૂંટણીની  જાહેર થઈ ગઈ છે ત્યારે રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં જોતરાયા છે. તેવા સમયે ઈડર તાલુકાના વસાઈ ગામમાં ગ્રામજનો દ્વારા એક બોર્ડ મારવામાં આવ્યું છે.

જેમાં લખવામાં આવ્યું છે કે ગ્રામ પંચાયતનું મકાન નહિ તો વોટ નહીં…. અને સત્તાધારી રાજકીય પક્ષે વસાઈ ગામમાં પ્રવેશ કરવો નહીં…. ત્યારે આ બોર્ડ મારતાં સત્તાધારી પક્ષના નેતાઓના પગ હલાવી નાખ્યા છે.

જો આ સમગ્ર મામલે વાત કરવામાં આવે તો વસાઈ ગ્રામ પંચાયતનું મકાન તંત્ર દ્વારા ૨૦૧૭માં નોન- યુઝ કરવામાં આવતા આ મકાન તોડી પાડવામાં આવ્યું હતું. અને નવુ મકાન હજુ બન્યુ નથી. તેથી પંચાયત માટે નવા મકાનની માંગણી થઇ રહી છે.…

Related Articles

Back to top button