गुजरातराष्ट्रीय

કઇ ઋતુ ચાલે છે…? ગરમી છે…?.ચોમાસુ છે ? કે શિયાળો છે…? ભર ઉનાળે માવઠુ…

કઇ ઋતુ ચાલે છે...? ગરમી છે...?.ચોમાસુ છે ? કે શિયાળો છે...? ભર ઉનાળે માવઠુ...

ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદ શરૂ થયો છે. કાળઝાળ ગર્મીની વચ્ચે આજ સવારથીજ ગુજરાતનાં વાતાવરણમાં એકાએક ફેરફારો થયા , ભયંકર ગરમીની આગાહી વચ્ચે વહેલી સવારથીજ વરસાદી માહોલ જામ્યો છે. આ પલટાયેલા વાતાવરણને કારણે ધરતીપુત્રોમાં ઉનાળુ પાકો તથા કેરીનાં પાકને લઇને ચિંતા જોવા મળી હતી. જ્યારે શહેરીજનમાં થોડી આનંદની લાગણી દેખાઈ રહી છે. હાશ ..!!! ગરમીથી થોડી તો રાહત થઈ ???

જેમાં વલસાડ શહેરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ આવતા માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તેમજ માવઠાથી કેરીના પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે સુરત જિલ્લામાં એકાએક કમોસમી વરસાદી ઝાપટા શરૂ થયા છે. સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બારડોલી, પલસાણા અને કામરેજ તાલુકામાં વરસાદી વાદળોએ અડ્ડો જમાવ્યો હતો. વાતાવરણમાં પલટાને લઈને ઉનાળુ પાક પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. સુરત જિલ્લાના માંડવી અને ઓલપાડ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.

સુરતમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ શરૂ થઇ ગયો હતો. ઉલ્લેખનીય છેકે, સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો ઉંચે ચડી રહ્યો છે. સુરતમાં 39 થી 40 ડિગ્રી તાપમાન નોંધાઇ રહ્યું છે. ઝરમર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી જતાં લોકો ખુશ થઇ ગયાં હતા. લોકોને થોડા સમય સુધી ઠંડકનો અનુભવ થશે. જો કે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાઇ  ગયા હતા. કમોસમી વરસાદના કારણે ખેડૂતો દ્વારા વાવવામાં આવેલ પાકને નુકસાન થવાની ભિતી સેવાઇ રહી છે.

હાલ ઉનાળા ઋતુનો સમય ચાલી રહ્યો છે. અને ગરમી પણ સતત વધી રહી છે. ઉનાળાની ઋતુ બાદ લોકો સારા ચોમાસાની રાહ જોવે છે. એક લોકવાયકા મુજબ ચોમાસા અગાઉ ટીટોડી જ્યાં ઈંડા મૂકે એના આધારે ચોમાસું કેવું રહેશે તેનો વરતારો કરી શકાય છે. ત્યારે આવી જ સુરત શહેરની વચ્ચોવચ આવેલા શહેર પોલીસના પરેડ ગ્રાઉન્ડની વચ્ચોવચ ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા છે. ટીંટોડીએ જમીન ઉપર ચાર ઉભા ઈંડા મુક્યા છે. જાણકારોનું કહેવું છે કે, જો ટીટોડી ઉભા ઈંડા મુકવામાં આવે તો ખૂબ સારો વરસાદ થાય છે અને ચાર મહિના સુધી વરસાદ આવશે. આ સાથે અન્ય જાણકારો કહે છે કે, ટીટોડીએ જમીન ઉપર ઈંડા મૂક્યા છે તો વરસાદ મોડો આવશે.આમ સમગ્ર ગુજરાતમાં જ વરસાદી માહોલ જામ્યો છે.

Related Articles

Back to top button