गुजरातराष्ट्रीय

ચૂંટણીઓ જીતવા આ છે કેસરિયા બ્રિગેડની રણનીતિ- કોઇ હમ સે જીત ન પાયે..

આગામી વિધાનસભાની ચૂંટણી (upcoming Gujarat assembly elections)ને લઇને ભાજપ (Bharatiya Janata Party) સહિતની રાજકીય પાર્ટીઓ રણનીતિ ઘડવામાં લાગી ગઇ છે. દર વખતની જેમ ભાજપમાં માઈક્રો પ્લાનિંગ (micro planning) ચાલી રહ્યું છે. પ્રાથમિક સભ્ય, સક્રિય સભ્ય, પેજ પ્રમુખ, બુથ પ્રમુખ, શક્તિ કેન્દ્ર અને મંડળ વગેરે ભાજપના માઇક્રો પ્લાનિંગના ખાસ ઘટકો છે. કાર્યકરોની ફોજ એ મતદાર સુધી પહોંચે તે માટેની વ્યવસ્થા ગોઠવામાં આવી રહી છે.

ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે માઈક્રો પ્લાનિંગ માટે જાણીતી છે. આવી જ રીતે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રદેશ ભાજપ દ્વારા  માઈક્રો પ્લાનિંગ ગોઠવી દેવામાં આવ્યું છે. જે અંતર્ગત પ્રાથમિક સભ્ય, સક્રિય સભ્ય, પેજ પ્રમુખ, બુથ પ્રમુખ, શક્તિ કેન્દ્ર અને મંડળ સુધી પોતાના કાર્યકરોની ફોજ તૈયાર કરી દીધી છે.

ભાજપ દ્વારા પેજ પ્રમુખની વ્યવસ્થા, સોસાયટીના પ્રમુખો, મંડળ, ગણપતિ મંડળ, નાનીમોટી સામાજિક સંસ્થા, સત્સંગ મંડળની બહેનો, સખી મંડળ અને નાના મોટા એસોસિયેશનના આધારે મતદાન વધારવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ વિધાસભાઓમાં પ્રથમિક સભ્ય, સક્રિય સભ્ય, પેજ પ્રમુખ, બુથ પ્રમુખ, શક્તિ કેન્દ્ર અને મંડલ સુધીની વ્યવસ્થા કરી ભાજપ તરફી મતદાનની ટકાવારી વધારવાનું પ્લાનિંગ પણ કરવામાં આવે છે.

Related Articles

Back to top button