खेल जगतराष्ट्रीय

લોકસભાની ચૂંટણીઓની જાહેરાત બાદ જાહેર કરાશે IPL2024નું શેડ્યૂલ, રાહ જુઓ….

લોકસભાની ચૂંટણીઓની જાહેરાત બાદ જાહેર કરાશે IPL2024નું શેડ્યૂલ, રાહ જુઓ....

લોકસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને IPL 2024નું આયોજન કરવામાં આવશે. ઉપરાંત દેશમાં સુરક્ષા વ્યવસ્થા અને કાનૂન જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. તેવા BCCIએ સંકેત આપ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

મળતી વિગતો અનુસાર માર્ચના ચોથા અઠવાડિયામાં IPL 2024 ની શરુઆત  થઇ જશે.એમાં  પહેલા વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની મેચો રમાશે જે અહેવાલો મુજબ( WPL)ની મેચો ફેબ્રુઆરીના અંતથી શરુ થઇ માર્ચના મધ્ય સુધી રમાશે. ત્યારબાદ 22 માર્ચથી IPL 2024 શરૂ થશે. WPLની મેચો જ્યાં માત્ર 2 સ્થળે રમાશે ત્યાં જ IPLની મેચોનું  એક ડઝન શહેરોમાં આયોજન થવાની શક્યતાઓ છે.

મળેલા અહેવાલો મુજબ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને IPLનું શેડ્યૂલ તૈયાર કરવામાં આવનાર હોવાથી , આ વર્ષે માર્ચથી મેં સુધી લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં IPLની મેચો અને ચૂંટણી દરમિયાન સુરક્ષામાં સંતુલન જળવાઈ રહે અને કાનૂન વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની સમસ્યા ન આવે તે મુજબ શેડ્યુલ તૈયાર કરવામાં આવશે. BCCIએ સંકેત આપ્યો હતો કે લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ IPLનું શેડ્યૂલ જાહેર કરવામાં આવશે.

વર્ષ 2019માં લોકસભા ચૂંટણીઓ યોજાઈ રહી હોવા છતાં, તમામ મેચો માત્ર ભારતમાં જ યોજાઈ હતી. આ વખતે બોર્ડ પણ એવું જ ઈચ્છે છે. એ પહેલા પણ વર્ષ 2009 અને 2014માં ચૂંટણીના કારણે IPLનું આયોજન વિદેશોમાં કરવામાં આવ્યું હતું. વર્ષ 2009માં IPLની તમામ મેચો સાઉથ આફ્રિકામાં રમાઈ હતી. જયારે વર્ષ 2014માં શરૂઆતની 20 મેચો યુએઈમાં યોજાઈ હતી. ત્યારબાદ ટુર્નામેન્ટની વાપસી ભારતમાં થઇ હતી.

Related Articles

Back to top button