राष्ट्रीयઅરવલ્લી

મોડાસા ડિવીજનના બાયડ, માલપુર, ધનસુરા, આંબલીયારા, સાઠંબા પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલ વિદેશીદારૂનો જથ્થો નાશ કર્યો.

કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા…

સરકારશ્રીના સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત પોલીસ મહાનિદેશક ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓ તથા  શૈફાલી બારવાલ, પોલીસ અધિક્ષક, અરવલ્લી નાઓએ અરવલ્લી જીલ્લાના પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ ગેરકાયદેસર દારૂનો જથ્થો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવા સુચના કરેલ હતી. જે સુચના અન્વયે બાયડ, માલપુર. ધનસુરા, આંબલીયારા, સાઠંબા પો.સ્ટે.ની હદમાંથી પકડાયેલ દારૂનો જથ્થો સેમ્પલ સિવાયનો નાશ કરવા સંલગ્ન નામદાર કોર્ટથી નાશ કરવાની મંજુરી મેળવી આજરોજ તા.૧૬/૧૨/૨૦૨૩ ના રોજ આ પાંચેય પોલીસ સ્ટેશનના કુલ-૧૩૪ ગુન્હાઓમાં કબજે લેવામાં વિદેશી/બીયર ટીન નંગ-૨૪૨૯૩, કિ.રૂ.૪૦, ૩૮, ૫૩૬/- નો શામળાજી સેલટેક્ષની બાજુમાં ખુલ્લી જગ્યામાં કમિટીના અધ્યક્ષશ્રી, એચ.જી.બેલડીયા, સબ ડીવી.મેજી.શ્રી બાયડ, તથા સભ્યશ્રી કે.જે.ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક, મોડાસા વિભાગ, મોડાસા તથા સભ્ય કુ.શ્રી કે.બી.પ્રજાપતિ, પો.સબ ઇન્સ., નશાબંધી શાખા હિંમતનગર તથા પાંચેય પોલીસ સ્ટેશનના થાણા અમલદારશ્રીઓ તથા મામલતદારશ્રી, બાયડ, ધનસુરા, માલપુર નાઓની રૂબરૂમાં નાશ કરવામાં આવેલ છે.

Related Articles

Back to top button