sabarkathaराष्ट्रीय

બિચ્ચારા શિક્ષકોએ થાળીઓ વગાડીને વિરોધ કર્યો…સત્તાવાળાઓએ અવાજ સાંભળ્યો કે નહીં..

બિચ્ચારા શિક્ષકોએ થાળીઓ વગાડીને વિરોધ કર્યો...સત્તાવાળાઓએ અવાજ સાંભળ્યો કે નહીં..

પોતાની માંગણી માટે સરકારી કર્મચારીઓ સહિત અન્ય સ્ટાફ દ્વારા ધરણાં પ્રદર્શન, સૂત્રોચ્ચાર, અનશન સહિતના  ઉપાયો અજમાવવામાં આવે છે. પણ  સાબરકાંઠા જિલ્લાની માધ્યમિક શાળાઓમાં શિક્ષકોએ થાળીઓ વગાડીને પોતાના પડતર પ્રશ્નો મુદ્દે સરકારનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.

નોંધનીય છે કે, લાંબા સમયથી‌ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકો અને શિક્ષકોનુ આંદોલન ચાલી રહ્યુ છે. જેમાં કર્મચારીઓની ભરતી, પ્રવાસી શિક્ષકો સહિતના પ્રશ્નોનો સમાવેશ થાય છે.

શિક્ષકોની રજૂઆત છે કે, સરકારે કેટલીક‌ માંગણીઓ સ્વીકાર્યા બાદ પણ તેના અમલ માટે સરકારી પરીપત્ર બહાર પાડતાં  શિક્ષકોએ થાળી વગાડીને  આંદોલન  શરુ કર્યુ છે. જો કે થોડા સમય પહેલા શિક્ષકોએ રાંમધૂન વગાડીને વિરોધ  કર્યો હતો.

Related Articles

Back to top button