ગૃહમંત્રીએ આગોવાનો સાથે બેઠક યોજી,,,ક્ષત્રિય આગેવાનો જમવા ન રોકાયા…
ગૃહમંત્રીએ આગોવાનો સાથે બેઠક યોજી,,,ક્ષત્રિય આગેવાનો જમવા ન રોકાયા...

હિંમતનગરની સર્વોદય હોટલ ખાતે હર્ષ સંઘવીની ખાનગી બેઠક યોજાઈ હતી. જેમાં સંગઠન અને રાજપુત સમાજના અગ્રણીઓ બેઠકમાં હાજર રહ્યા હતા..
સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત રહ્યો છે ત્યારે ભાજપના ઉચ્ચ નેતાઓ ડેમેજ કંટ્રોલ કરવા દોડી રહ્યા છે. આજે હિંમતનગર ખાતે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની ખાનગી બેઠક યોજાઈ હતી.પહેલા તો સંગઠન બંને જિલ્લાના ચાલુ અને પુર્વ ધારાસભ્યો, બંને જિલ્લાના જીલ્લા પ્રમુખ સાંસદ અને લોકસભાના ઉમેદવાર સાથે બેઠક કરી તો ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે પણ બેઠક કરી સીધી ચર્ચા કરી હતી..
બેઠક બાદ રમણલાલ વોરાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે રાજપુત સમાજ સામાજિક સમરસતામાં માનવા વાળો મોટો સમાજ અને સમુદાય છે અને સાબરકાંઠા જીલ્લાના ક્ષત્રિયો તરફથી ક્યારેય કોઈ હેરાન પરેશાન થઈ નથી. સાથે ક્ષત્રિયોના નામે કોંગ્રેસ આંદોલનો કરે છે કોંગ્રેસે પોતાના પક્ષની વાત કરવી જોઈએ, સહિતના મુદ્દાઓ સાથે વાત કરી હતી
બેઠક નો મુખ્ય હેતુ વધુ લીડથી જીતવાનો છે તેવુ પણ તેમણે જણાવ્યુ હતુ તો આ પ્રસંગે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યુ હતુ કે ડેમેજ કંટ્રોલ જેવુ કંઈ નથી.આવનાર સમયમાં વિવિધ કાર્યક્રમો અને બેઠકોના આયોજન માટે આ બેઠક યોજાઈ હતી.બે કલાકની બેઠક પુર્ણ કર્યા બાદ ગૃહ પ્રધાન હર્ષ સંઘવી નીકળ્યા હતા, જો કે બેઠક મામલે નિવેદન આપવાનુ પણ ટાળ્યુ હતુ..
સમગ્ર બેઠકમાં ગૃહ પ્રધાને ક્ષત્રિય સમાજ સાથે ચર્ચા કરી હતી પરંતુ કોઈ નિરાકરણ આવ્યુ ન હોય તેવુ સુત્રો દ્રારા જાણવા મળી રહ્યુ છે અને સોશ્યલ મિડીયામાં મેસેજ પણ વાઈરલ થઈ રહ્યા છે કે બેઠક બાદ જમવાની વ્યવસ્થા કરેલ હોવા છતા ક્ષત્રિય સમાજના કોઈ આગેવાનો ત્યા ગયા ન હતા અને સીધા જ બહાર નિકળી ગયા હતા..




