sabarkathaराष्ट्रीय

હરણાવ નદીએ બેને હરી લીધા….બિચ્ચારા..નાહવા પડ્યા અને હરણાવના પાણીમાં ગરકાવ થઇ ગયા…

હરણાવ નદીએ બેને હરી લીધા....બિચ્ચારા..નાહવા પડ્યા અને હરણાવના પાણીમાં ગરકાવ થઇ ગયા...

સાબરકાંઠામાં એક મોટી દુર્ઘટના બની છે. જેમાં નદીમાં નહાવા પડેલાઓ પૈકી બે યુવાનોના કરુણ મોત થયા છે.

વિગતે જોઇએ તો, વિજયનગર પોળોના જંગલોમા આવેલી  હરણાવ નદીમાં 12 યુવકો નાહવા પડ્યા હતા. આ યુવકો  પરપ્રાંતના હતા અને વિજયનગરના  દૈયા ગામ વિસ્તારમાં ટાવર ઉભા કરવાની મજૂરીએ  આવ્યા હતા ઉનાળાની ગરમીમાં રાહત માટે અને નદીમાં નાહવાની મોજ માણવા  પાણીમાં પડ્યા હતા. પરંતુ તેમાંથી  બે યુવાનોના મોત થતાં હલચલ મચી ગઇ હતી.

જો કે સ્થાનિક તરવૈયાઓ દ્વારા બંનેના મૃતદેહ આજે સવારે બહાર કાઢી પીએમ માટે વિજયનગર પીએચસી સેન્ટરમાં  મોકલી અપાયા હતા. બંને મૃતકો ઉત્તર પ્રદેશના મિરઝાપુર જિલ્લાના હતા. આ અંગેની  જાણ વિજયનગર પોલીસને કરાતાં પોલીસે સ્થ પર પહોંચીને  તપાસ હાથ ધરી છે.

Related Articles

Back to top button