राष्ट्रीयઅરવલ્લી

ગરીબનું કાચુ મકાન તૂટતા સરકારી સહાયની માંગણી

રિપોર્ટર:જયદીપ ભાટીયા….

અરવલ્લીમાંથી મેઘરાજા લગભગ વિદાયની તૈયારીમાં  હોય તેમ વાતાવરણમાં ઠડક જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે કાચા મકાનોને નુકશાન થયું છે. તેમાઁથી એક કાચુ મકાન તૂટી ગયું છે. જો કે ગરીબના નશીબ વાંકા રે વાંકાની જેમ જે કાચુ મકાન તૂટી પડ્યું તે એક ગરીબનું હોવાનું જાણવા મળે છે.

https://youtu.be/9sjU71p0MCQ

વિગતે જોઇએ તો, મેઘરજમા ઉકરડી ગામે એક ગરીબનું મકાન ધરાશયી થયું હતું. ભારે વરસાદ અને  ચોમાસામા ભેજના કારણે આ કાચું મકાન જમીનદોસ્ત થયું હતું. જો કે સદનશીબે ઘરમાં મોજૂદ ચાર બાળકો સહિત પરિવારના 6નો આબાદ બચાવ થયો હતો.

આ કાચુ મકાન ઉકરડીગામના પરમાર મહેન્દ્રભાઈનું હતું જે ચોમાસામાં ભેજને કારણે મકાન ધરાશયી થયું છે. તેથી કાચું મકાન ધરાશય થવાના  સરકારી ધારાધોરણો અનુસારના નિયમો હેઠળ પિડિત પરિવારને  સહાય મળે તેવી માંગ થઇ રહી છે.

Related Articles

Back to top button