ભાવિ પેઢી તૈયાર કરનાર શાળા એક પવિત્ર સ્થળ અને કાર્ય છે. એ સ્થળે કોઇ નશો કરીને આવે તો..? એ શાળાના ભાવિ નાગરિકો પર કેવી અસર પડે..? અરવલ્લીમાં આવી એક ઘટના બની છે જેનાથી વાલીઓમાં રોષની લાગણી જાગી છે. આ તો સારૂ છે કે આપ પાર્ટીના મનિષ સિસોદિયાને આ શાળાની જાણ ના થઇ નહીંતર તેઓ કાર્યકરો સાથે આ શાળાની મુલાકાત લઇને ભાજપ સરકાર સામે કેટકેટલાય આરોપો ઘડી કાઢ્યા હોત…?
વિગતે જોઇએ તો અરવલ્લીના રામગઢી પ્રાથમિક.શાળાના એક શિક્ષકને આખરે એટલા માટે સસ્પેન્ડ કરાયો કે તે શાળામાં નશો કરીને આવતો હતો..બોલો, આવા શિક્ષકને પછી સસ્પેન્ડ જ કરવા પડે ને.
આ નશાબાજ શિક્ષકનું નામ છે અપ્રિત દિનેશ પટેલ. જેઓ કહેવાય છે કે શાળામાં નશો મકરીને આવતા હતા. તેમના આ વર્તનથી કંટાળીને બે મહિના અગાઉ ગ્રામજનોએ શાળાને તાળા બંધી કરી હતી. અને નશેડી શિક્ષકને તાત્કાલિક ફરજ પર મોકુફીનો આદેશ કરાયો હતો. આવા ગુરૂ હોય પછી એ શું ભણાવે..?




