राष्ट्रीय

હાથના કર્યે હૈયે વાગે તે આનુ નામ- પાકિસ્તાનમાં આતંકી હુમલો, 52ના મોત…

હાથના કર્યે હૈયે વાગે તે આનુ નામ- પાકિસ્તાનમાં આતંકી હુમલો, 52ના મોત...

પાકિસ્તાનના બલોચિસ્તાનમાં એક મસ્જિદ પાસે બોમ્બ વિસ્ફોટ થયો જેમાં 52 લોકોના મોત થયા હતા. મૃતકોમાં એક પોલીસકર્મી પણ સામેલ છે. આ ઘટના શુક્રવારે મસ્તુંગ જિલ્લામાં બની હતી. બોમ્બ બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે લોકો ઈદ મિલાદુન નબીની ઉજવણીમાં વ્યસ્ત હતા. આસિસ્ટન્ટ કમિશનર અતાઉલ્લા મુનિમે જણાવ્યું હતું કે બોમ્બ વિસ્ફોટની અસર વધુ હતી કારણ કે સ્થળ પર ભારે ભીડ હતી.

એક રિપોર્ટ અનુસાર અલફલાહ રોડ પર મદીના મસ્જિદ પાસે લોકો ઈદ-એ-મિલાદુન નબીના જુલૂસ માટે ભેગા થઈ રહ્યા હતા ત્યારે બ્લાસ્ટ થયો હતો. વરિષ્ઠ સ્થાનિક પોલીસ અધિકારી જાવેદ લેહરીએ જણાવ્યું હતું કે, “તે આત્મઘાતી હુમલો હોય તેવું લાગે છે.” તેમણે કહ્યું કે હુમલાખોરે ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ નવાઝ ગિશકોરીના વાહન પાસે પોતાને ઉડાવી દીધો. જો કે કોઈપણ જૂથે હુમલાની જવાબદારી લીધી નથી, જ્યારે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો છે.

Related Articles

Back to top button