બોલો, ટીઆરબી જવાનની વર્ધી ફાડી નાંખી…આવુ ચાલે કાંઇ..? મગજ શાંત રાખો..
બોલો, ટીઆરબી જવાનની વર્ધી ફાડી નાંખી...આવુ ચાલે કાંઇ..? મગજ શાંત રાખો..
ગઈ કાલે બનેલ બનાવનો વિડિઓ વાયરલ થયો છે….
હાલમાં દિવાળીનો તહેવાર છે. બજારમાં ભારે ભીડ ઉમંટી રહી છે. લોકો ખરીદી માટે નિકળી રહ્યાં છે. તેવા સમયે કાયદો-વ્યવસ્થા જાળવવુ અઘરૂ બને તે સ્વાભાવિક છે.:આવા વાતાવરણમાં એક ટીઆરબી જવાન પર હુમલાની ઘટનાએ ચકચાર જગાવી છે.
વિગતે જોઇએ તો, જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ટીઆરબી જવાન પર હુમલાની ઘટના બની હતી. જેમાં મોતીપુરા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાને લઇને એક રીક્ષાચાલકે ઉશ્કેરાટમાં આવીને ટીઆરપી પર હુમલો કર્યો હતો….
આ ટીઆરબી જવાન ટ્રાફિક નિયંત્રણ કરી રહ્યો હતો ત્યારે એક રિક્ષા ચાલકે હુમલો કર્યો હતો. જેમાં તેમણે ટીઆરબી જવાનની વર્ધી પણ ફાડી નાખવામાં આવી હતી. આ સમગ્ર મામલો એ ડિવિઝન પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો. જેની તપાસ થઇ રહી છે. ગઈ કાલે બનેલ બનાવનો વિડિઓ વાયરલ થયો છે….




