ગટરમાં સામાન્ય રીતે સફાઇ કર્મી ફસાઇ જાય પણ એક ઘટનામાં ટેલિફોન ખાતાનો એક કર્મચારી ગટરમાં ફસાઇ ગયો હતો અને તેમને માંડ માંડ બહાર કાઢીને તેમનો જીવ બચાવ્યો હતો.
અરવલ્લીના મેઘરજમાં બીએસએનએલકર્મી ગટરમાં ફસાયાની જાણ થતાં રમૂજની સાથે ચિંતા પણ ફેલાઇ હતી. મુખ્ય માર્ગ પર ગરનાળાના કામ દરમિયાન આ ઘટના બની હતી.
એક બીએસએનએલ કર્મી કેબલ સરખા કરવા માટે ખાડામાં ઉતર્યા હતો. સામાન્ય રીતે થાંભલા ઉપર ચડતા હોય છે પણ આ કિસ્સામાં તે જમીનની નીચે ઉતર્યો હતો.
છેલ્લા બે કલાકથી ગટરના પાણીમાં ગરકાવ થયાં બાદ ભારે જહેમત પછી સ્થાનિકોએ ટેલિફોન કર્મચારીને સહીસલામતરીતે બહાર કાઢ્યો હતો.




