હાથરોલના સરપંચ સામે ટીડીઓના ગંભીર આરોપ..રાજકીય હલચલ..
હાથરોલના સરપંચ સામે ટીડીઓના ગંભીર આરોપ..રાજકીય હલચલ..
હિંમતનગર તાલુકા પંચાયત કચેરીએ હાથરોલ ગ્રામ પંચાયતની નબળી કામગીરી સામે ગંભીર પત્ર પાઠવ્યો છે. આ પત્ર તાલુકા વિકાસ અધિકારીએ લખ્યો છે.
પત્રમાં જણાવાયું છે કે, ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે અરજદારશ્રી અમરજીતસિંહ કે ૨ાઠોડ મુ
૨ બી કર્ણાવતી સોસાયટી હિંમતનગરના ઓ ધ્વારા મોજે હાથરોલ તા.હિંમતનગરના ગામે સર્વે નં .૧૮ના વર્ષ .૨૦૧૦ માં થયેલ બીનખેતી હુકમ અને લેઆઉટ પ્લાન યોગ્ય ચકાસણી કર્યા વગર મંજુર કરેલ હોવા બાબતે રજુઆત કરેલ છે. જે પરત્વે સંદર્ભપત્રથી ડી.આઈ.એલ.આર.કચેરી મારફત માપણી થવા માપણી ફી ભરી ગામતળ સર્વે નં .૨૬ પૈકીના હદ નિશાન નકકી કરવા તથા સર્વે ન .૧૮ ના બીનખેતી સર્વે નંબરની માપણી કરાવી જો દબાણ જણાય તો સત્વરે દબાણ ખુલ્લુ કરવા દિન –૧૫ માં નિયમોનુસાર કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ હતુ
પરંતુ આપના ઘ્વારા આ બાબતે એક વર્ષ જેટલો સમયગાળો વિતિ ગયેલ હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી.જે ખુબ જ ગંભીર બાબત છે તો આ અંગે દિન10માં ડી.આઈ.એલ.આર .કચેરી મારફતે માપણી શીટ તૈયાર કરાવી જો દબાણ નકકી થાય તો દબાણ ખુલ્લુ કરવા નિયમોનુસારની કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.જો આમ કરવામાં કસુરવાર થશો તો ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ -૫૭ ( ૧ ) હેઠળ સરપંચશ્રી વિરૂધ્ધ તથા ગુજરાત પંચાયત સેવા શિસ્તના અપીલના નિયમો હેઠળ ત.ક.મંત્રીશ્રી વિરૂધ્ધ કાર્યવાહી કરવાની ફ રજ પડશે જેની ગંભીર નોંધ લેશો .




