તલોદ પી.એસ.આઇ અર્જુનભાઈ જોશી “બેસ્ટ થાણા અધિકારી” એવોર્ડથી સન્માનિત કરાયા…
તલોદ પી.એસ.આઇ અર્જુનભાઈ જોશી “બેસ્ટ થાણા અધિકારી” એવોર્ડથી સન્માનિત કરાયા...
સાબરકાંઠાના મુખ્યમથક હિમતનગર કાકરોલ સ્વામિનારાયણ મંદિર ખાતે પોલીસ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિન-રાત ખડે પગે પ્રજાની રક્ષા માટે ફરજ બજાવતાં પોલીસ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષતામાં ન્યૂઝ 18 ગુજરાતી ટીવી ચેનલ દ્વારા પોલીસ શૌય કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલીસકર્મીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતા.
વિગતે જોઇએ તો, તલોદ પોલીસ સ્ટેશન પી.એસ.આઇ અર્જુનભાઈ જોશીને બેસ્ટ થાણા અધિકારી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પી.એસ.આઇ અર્જુનભાઈ જોશીને ગૃહમંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો.
શૌર્ય સન્માન સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ, સંસદસભ્ય દીપસિંહ રાઠોડ, પૂર્વ અન્ન પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, ગોધીનગર રેન્જ આઈ.જી વિરેન્દ્રસિંહ યાદવ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો હાજર રહ્યાં હતા.




