sabarkathaराष्ट्रीय
તલોદઃ વીજ પોલ સાથે કાર ટકરાઇ…બેને ઇજા પહોંચી…..
તલોદઃ વીજ પોલ સાથે કાર ટકરાઇ...બેને ઇજા પહોંચી.....
સાબરકાંઠામાં એક માર્ગ અકસ્માતમાં 2 જણાંને ઇજા પહોંચી હોવાની ઘટના બની છે.
વિગતે જોઇએ તો, જિલ્લાના તલોદના ગંભીરપુરા પાસે એક કારને અકસ્માત નડ્યો હતો. જેમાં પુરપાટ ઝડપે આવતી કાર વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. કારના ડ્રાઇવરએ સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હતો.
કારમાં સવાર 2 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા અને બન્નેને સારવાર માટે સિવિલમાં લઈ જવાયા હતા. આ અંગે તલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.




