sabarkathaराष्ट्रीय

અડગ પ્રતિજ્ઞાઃ સાબરકાંઠામાં શરૂ થયું રૂપાલા બોયકોટ અભિયાન……જય ભવાની..

અડગ પ્રતિજ્ઞાઃ સાબરકાંઠામાં શરૂ થયું રૂપાલા બોયકોટ અભિયાન......જય ભવાની..

ભાજપના રાજકોટના ઉમેદવાર રપસોત્તમ રૂપાલા વિવાદનો પડઘો સાબરકાંઠામાં પણ પડ્યો છે અને અમે ક્ષત્રિયોનું અપમાન સહન નહીં કરીએ એવી અડગ અને અટલ પ્રતિજ્ઞા સાથે  જિલ્લા મથક હિંમતનગર ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજનું અસ્મિતા સંમેલન યોજાઇ રહ્યું છે. જેમાં  અરવલ્લીના ક્ષત્રિય સમાજના લોકો પણ જોડાઇ રહ્યાં છે. ક્ષત્રિય રાજા મહારાજાઓએ અંગ્રેજો અને મોગલો સામે લડવાને બદલે રોટી-બેટીનો વ્યવહાર કર્યો હતો એવુ નિવેદન કરીને રૂપાલાએ સમસ્ત રાજપૂત સમાજનું  અપમાન કર્યું છે, એવો એક સૂર વ્યકત કરીને માંગણી કરવામાં આવી હતી કે, જય્ સુધી રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં  સુધી રાજપૂતો શાંત બેસી રહેશે નહીં.

આ અસ્મિતા સંમેલન થકી ક્ષત્રિય સમાજ એક રીતે જોઇએ તો  શક્તિ પ્રદર્શન જ છે. અને શક્તિ દ્વારા જાહેર કર્યું છે કે જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે, અને આ માંગણી સાથે સાબરકાંઠા જિલ્લાના ગામડે ગામડે પુરુષોત્તમ રૂપાલા બાયકોર્ટના બેનર લાગ્યા છે. નોંધનીય છે કે, આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યાં હતા.

Related Articles

Back to top button