જાગતે રહો…કીસી કે ભરોસે મત રહો…નહીંતર સરકારી મિલકત બારોબાર હડપ થઇ જશે..
જાગતે રહો...કીસી કે ભરોસે મત રહો...નહીંતર સરકારી મિલકત બારોબાર હડપ થઇ જશે..


હિંમતનગર મધ્યમાં આવેલ જૂની સિવિલ હોસ્પિટલની જગ્યા પ્રોપર પોલિટિશિયન અને બિલ્ડર લોબીના ટાર્ગેટમા છે કે શું…? એવો સવાલ ચર્ચાઇ રહ્યો છે. અલબત તેમાં કેટલી ખરાઇ એ તો જ્યારે એ જગ્યાના હેતુફેરની પ્રક્રિયા હાથ ધરાશે ત્યારે બહાર આવશે….

પણ હાલમાં જેટલા મોઢા એટલી વાતો..ની જેમ ચર્ચા અને શંકા એ છે કે હિંમતનગરમાં શ્રી સરપ્રતાપ રાજાના વંશજોએ સાબરકાંઠા જિલ્લાની પ્રજાના આરોગ્ય હિત માટે અને શૈક્ષણિક હિત માટે પ્રજાના સુખાકારી માટે દાનમાં આપેલ જગ્યાને રાજકીય નેતાગીરી તેમજ બિલ્ડર લોબી સરકારના કોઇ લોભિયા અને લાલચુ બાબુઓ સાથે મિલીભગત કરી હડપ્પી લેવાના મૂડમાં હોય તેમ સાબરકાંઠા જિલ્લાની જનતામાં મોટો ચર્ચાનો વિષય બની ગયો છે…

રાજવીઓએ જે તે સમયે પ્રજા માટે પોતાના ખજાના ખુલ્લા મૂક્યા હોવાનું ઇતિહાસમાં જોવા મળે છે તેમ હિંમતનગરમાં જુની સિવિલની જગ્યા પર કોઇક રાજકારણીનો ડોળો હોય તેમ તેને લઇ લેવાનો ખેલ રચાઇ જાય તો નવાઇ નહીં એમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. લોકો એઓમ પણ કહી રહ્યાં છે કે,તેમને આવનારા સમયમાં ભવિષ્યમાં કેવા કેવા દિવસો દેખવાના છે ? તે વિચારવું રહ્યું…. ખાસ કરીને આ મિલકતની જ્યાં નોંધણી થઇ હોય એ સરકારી દસ્તાવેજો આરટીઆઇ કરીને લોકોએ જાણી લેવુ પડશે અને જો કોઇકનને આપી દેવાની હશે તો તેની કાચી પાકી નોંધ મિલકત પત્રકમાં કરવી પડે, હેતુફેર દર્શાવવો પડે તેથી તેના પર નજર રાખવી જરૂરી છે. કેમ કે ભરોસાની ભેમસ પાડે જ આપે….એટલે ચેતતો નર સદા સુખી..ની જેમ જાગતે રહો…કીસી કે ભરોસે મત રહો…..





