sabarkathaराष्ट्रीय
મહિલા કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કરતાં સ્ટાફે બચાવી લીધી..
મહિલા કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કરતાં સ્ટાફે બચાવી લીધી..
સાબરકાંઠામાં ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર આત્મહત્યાનો પ્રયાસની ઘટના બની હોવાનું બહાર આવ્યું છે.
વિગતે જોઇએ તો, જનરલ સિવિલ હોસ્પીટલ ખાતે હંગામી ધોરણે સેવકની ફરજ બજાવતી મહીલા કર્મચારીએ ગળે ટૂંપો લગાવી આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા ૧૦ દશ વર્ષથી ખેડબ્રહ્માં સિવિલ હોસ્પીટલ ખાતે સેવક તરીકે બજાવે છે.કોઇ અગમ્ય કારણોસર મહિલાએ ચાલું ફરજે સિવિલ હોસ્પીટલમાં ગળે ટૂંપો લગાવી આત્મ હત્યાનો કર્યો પ્રયાસ કર્યો હતો.
દરમ્યાન, મહીલા કર્મચારીએ આત્મ હત્યાનો પ્રયાસ કરતા સ્ટાફમાં ચકચાર મચી હતી. મહિલાએ ગળે ફાંસો ખાતાં અન્ય સ્ટાફને નજરે પડતાં તેને બચાવી લેવાઇ હતી. અને મહિલાનો જીવ બચ્યો હતો. હાલ મહીલા સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર હેઠળ છે.આ મહિલાએ કયા કારણોસર આત્મહત્યા નો પ્રયાસ કર્યો તે હજુ અકબંધ છે.




