sabarkathaराष्ट्रीय

અટકળોઃ સાબરકાંઠાનો મામલો હવે સીએમ-પાટિલના હવાલે…?!

અટકળોઃ સાબરકાંઠાનો મામલો હવે સીએમ-પાટિલના હવાલે...?!

સાબરકાંઠાનો મામલો હવે પાર્ટી લેવલેથી સીએમ લેવલ સુધી પહોંચી ગયો હોય તેમ એમ કહેવાય છે કે  સાબરકાંઠા અને અરવલ્લી એમ બે જિલ્લાના ભાજપના આગેવાનોને સીએમ હાઉસ બોલાવવામાં આવ્યાં છે.

સૂત્રો કહે છે કે સાબરકાંઠામાં ઉમેદવારોને લઇને જે બન્યુ અને બની રહ્યું છે તેની ગંભીર નોંધ દિલ્હીમાં લેવાઇ છે અને મામલો  સીએમ તથા પ્રદેશ પ્રમુખ પાટિલને સોંપાયો છે.

કહેવાય છે કે બન્ને જિલ્લાના આગેવાનો ગાંધીનગરમાં  કોઇ ખાનગી સ્થળે સીએમ ભૂપેન્દ્ર પટેલે મળી શકે છે. કેમ કે હિંમતનગર ખાતે યોજાયેલ બેઠક નિષ્ફળ નિવડી છે.તેથી સાબરકાંઠા અને અરવલ્લીના ટોચના આગેવાનો  સીધા જ સી એમને રજુઆત.કરશે. તો બીજી તરફ એવી ચર્ચા છે કે સી આર પાટીલ સાબરકાંઠા લોકસભા વિસ્તારમાં ઓચીંતી મુલાકાતે પહોચી શકે છે. એમ મનાય છે કે સાબરકાંઠાનો મામલો જિલ્લા નેતાઓના કાબુની બહાર જતો રહ્યો છે અને તેથી હવે સીએમને દરમ્યાનગીરી કરવી પડી રહી છે.

Related Articles

Back to top button