હિમતનગર

તો કલેકટર કચેરીને તાળાબંધી કરવાની ચીમકી…તાકીદે પગલા ભરો..

કે વી સિંધવાણી

સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે ઇડર ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા મદદનીશ કમિશનરને આવેદનપત્ર આપીને જે મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટ વગર ચાલી રહ્યાં હોય તેમની સામે તાકીદે પગલા ભરવાની રજૂઆત કરવામાં આવી હતી. અને તાલુકામાં ફાર્માસિસ્ટ વગર મેડિકલ સ્ટોરો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાના આક્ષેપો સાથે આવેદન અપાયુ હતું..
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા આજરોજ ફૂડ અને ડ્રગ્સ મદદ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે છેલ્લા ઘણા ટાઈમથી એવા મેડિકલ સ્ટોર ચાલી રહ્યા છે જ્યાં ફાર્માસિસ્ટ ઉપલબ્ધ હોતા નથી અને કેટલાક ફાર્માસિસ્ટો દ્વારા મેડિકલ સ્ટોર ભાડે આપી દેવામાં આવે છે અને જે લોકોને દવાઓ વિશેનો જ્ઞાન નથી હોતું તેવા લોકો મેડિકલ સ્ટોર પર બેસી પોતાના ખિસ્સા ભરવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહ્યા છે
ઇડર ફાર્મસીસ્ટ એસોસિએશનના પ્રમુખ રજનીકાંત ભારતીય આજે આ અંગે ફુટ એન્ડ ડ્રગ્સ કમિશનરને આવેદન આપતા જણાવ્યું હતું કે કેટલાક ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના કર્મચારીઓ કે અધિકારીઓ આ અંગે પોતાની ફરજથી નજર અંદાજ કરીને આવા લોકોને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેરા કરવાની હિંમત આપી રહ્યા છે કે પછી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા તૌ નથી ને..? આવા  બેફામ મેડિકલ સ્ટોર ચલાવવામાં પરવાનગીઓ આપી તેમની સામે કોઈ કાર્યવાહી  કેમ કરતાં નથી? જો આગામી દિવસોમાં આવા લોકો સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ડિપાર્ટમેન્ટના ઓફિસને તાળાબંધી કરવા સુધીની ચિંમકી આપી હતી.

Related Articles

Back to top button