राष्ट्रीयઅરવલ્લી

અરવલ્લીનો ચોંકાવનારો કિસ્સો, બે યુવકો ભાનમાં આવ્યાં ત્યારે ખબર પડી કે તેમની સાથે તો…?!

અરવલ્લીનો ચોંકાવનારો કિસ્સો, બે યુવકો ભાનમાં આવ્યાં ત્યારે ખબર પડી કે તેમની સાથે તો...?!

અરવલ્લી જિલ્લામાં એક પ્રેમી સહિત બે યુવાનોને આકરી તાલિબાની સજા આપવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઢોર મારવાથી બંને યુવાનો કોમા સરી પડ્યા હતા જેમાંથી એકને ભાન આવતા સમગ્ર કિસ્સો સામે આવ્યો હતો.

એક મીડિયા રિપોર્ટ અનુસાર મોડાસા તાલુકાના મેઘરજના ઘેલી માતાજી મંદિરે દશેરા પર્વને આ યુવાનો માણવા ગયા હતા. તેઓ મંદિરે હતા ત્યારે પ્રેમીએ યુવતીને ફોન પર મેસેજ કરીને મળવા બોલાવી હતી. જોકે યુવતીના પરિવારજનોને સમગ્ર બાબતની ખબર પડી ગઈ હતી.

આ ખબર મળતા જ તેઓ યુવતીની પાછળ પાછળ ગયા હતા જ્યાં યુવક આ યુવતી સાથે ઝડપાઈ ગયો હતો. પ્રેમીને યુવતીના પરિજનોએ ઢોર માર માર્યો હતો. સાથે જ યુવકના પિતરાઈ ભાઈને ફોન કરી ઘટના સ્થળે લઈ જઇ તેને પણ બાંધીને ઢોર માર માર્યો હતો. બન્ને યુવકોને માર મારીને અર્ધમરેલી અવસ્થામાં બેડજ પાટિયા પાસે ફેંકી દીધા હતા.

બાદમાં સ્થાનિક લોકોએ તેમને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે આ દરમિયાન બન્ને યુવકો કોમામાં હતા. એક યુવક હોશમાં આવ્યા બાદ આ સમગ્ર ઘટના સામે આવી. છે. ભોગ બનનાર યુવકે ઈસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Related Articles

Back to top button