ગયા વર્ષે મોરબીમાં આવેલો ઝુલતો પુલ ધરાશયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયાં હતા. આ ચકચારી દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા હતા. મોરબી નગરપાલિકાએ ઓરેવા કંપનીને આ પુલની મેઈન્ટેનન્સની જવાબદારી સોંપી હતી. 135 લોકોના મોતના જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી અને ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની પણ આ મામલે ધરપકડ થઈ છે જેઓ હાલ જેલમાં છે.
મોરબી બ્રીજ દુર્ઘટનાના આરોપી અને ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને બચાવવા માટે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના હાલના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યો જયસુખ પટેલના સમર્થનમાં આવ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા, લલિત વસોયા અને પાટણના હાલના ધારાસભ્ય (MLA) કિરિટ પટેલ જયસુખ પટેલના સમર્થનમાં આવ્યા છે.
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયાં. વિધાનસભાની ચૂંટણી પહેલા આ દુર્ઘટના ઘટીય. સરાકારે અમુક માણસોને પકડીને સંતોષ માન્યો પણ જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નહી.
વર્ષ 1995 થી 2007 સુધી ઝુલતા પુલનું 4 વખત રિનોવેશન કરવામાં આવ્યું, તે સમયે પણ કંપની ને કામ સોપાયો તેમની પાસે પણ અનુભવ ન હતો. તો પછી SIT એ આ વખતે જ કેમ એવું કહ્યું કે, ઓરેવા ગૃપ પાસે અનુભુવ નહોતો. જેટલી જવાબદારી કંપનીની છે એટલી જ જવાબદારી કલેકટરની પણ છે. એગ્રીમેન્ટ કરવામાં આવ્યો તેમાં લોકોની ક્ષમતા કે અન્ય કોઈ બાબતોનો ઉલ્લેખ ન હતો. SIT એ માત્ર ઓરેવા ગ્રુપને ટાર્ગેટ કરી છે. SIT ને માત્ર ઓરેવા ગૃપ દેખાય છે કલેક્ટર કે અન્ય અધિકારીઓ નથી દેખાતા.
તેમણે વધુમાં કહ્યું કે, ઓરેવા ગૃપના કુટુંબે અનેક સામાજીક કામોમાં પૈસા વાપર્યા છે. જે લોકોએ ઓરેવા ગ્રુપનો ફાયદો લઈને કોંગ્રેસ સામે કામ કર્યું તે હવે સાથ સહકાર આપતા નથી. 2022ની વિધાનસભાની ચૂંટણીને અસર ન થાય તે માટે ઓરેવા ગૃપને દોષિત બનાવવામાં આવ્યું. ફરી એક વખત સત્ય સાથેની ન્યાયિક તપાસ થાય નહિ તો આવતા દિવસોમાં સૌરાષ્ટ્રમાં આંદોલન કરવાના આવશે. SIT એ એક પક્ષ ને ટાર્ગેટ બનાવવા માટે તપાસ કરી છે.
ભાજપે પોતે બચવા માટે અન્યને બલી નો બકરો બનાવવામાં આવ્યો. જયસુખ ભાઈ જેટલા જ જવાબદાર કલેકટર, ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ પણ બને છે. કલેકટર,ચીફ ઓફિસર નિર્દોષ હોય તો જયસુખ પટેલ પણ નિર્દોષ છે. સરકાર ની નીતિ સામે આંદોલન નું રણશીંગુ ફૂંકવામાં આવશે.
પાટીદાર ઉદ્યોગપતિઓ સામે કાયદાનો ગેરકાયદેસર ઉપયોગ થઇ રહ્યો છે. અધિકારીઓ નિર્દોષ માનીને જયસુખ પટેલને દોષી બનાવવામાં આવ્યા છે.ઓરેવા ગૃપ અને જયસુખભાઇએ પાટીદાર સંસ્થાઓ અને અન્ય કેટલીય સંસ્થાઓને દાન આપેલ છે.
આ અગાઉ કોંગ્રેસ નેતાએ લલીત કગથરા જયસુખ પટેલના સમર્થનમાં આવ્યા હતા. તેમણે જયસુખ પટેલને નિર્દોષ ગણાવ્યા હતા.
આ સિવાય મોરારી બાપુ પણ પરોક્ષ રીતે જયસુખ પટેલના સમર્થનમાં આવ્યા હતા. મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મોક્ષાર્થે મોરબીના નાની વાવડી ખાતે મોરારી બાપુની (Morari Bapu) રામકથાનું આયોજન થયું હતું જેમાં મોરારી બાપુએ કથિત રીતે આરોપીઓની હિમાયત કરી હતી. આરોપીઓના બાળકો સરખી દિવાળી ઉજવે તેવું કંઈ થાય તેમ કોઈ પિડીત પરિવારના સભ્યએ મોરારી બાપુને કહ્યું હોવાની વાત કરી હતી. મોરારી બાપુની આ વાતને ટ્રેજેડી વિકટીમ એસોસીએશન મોરબીએ વખોડ્યુ હતું અને આ નિવેદન વાહિયાત ગણાવ્યું હતું.




