Blog

શરમજનકઃગંદકીના આવા ઢગલા હોય તો રોગચાળો ન આવે તો શું આવે…?!

શરમજનકઃગંદકીના આવા ઢગલા હોય તો રોગચાળો ન આવે તો શું આવે...?!

કહેવત છે કે ગંદગી હોય ત્યાં માખવાડો થાય જ,. અને જો  સીવીલ હોસ્પિટલ કે જ્યાં દર્દીઓ માંદામાંથી સાજા થવા આવતા હોય છે એ સ્થળે જ જો ગંદકીના ઢગલા જોવા મળે તો પરિણામ શું આવે…એમ કહીને લોકો કહી રહ્યાં છે કે જ્યાં આવી ગંદકી રહેતી હોય તો ચાંદીપુરા રોગ આવે અને સોનાપુરા રોગ પણ આવે…!

વિગતે જોઇએ તો ગઇ કાલે આરોગ્યમંત્રીએ હિંમતનગર સીવીલની મુલાકાત લીધી હતી. અને એ વખતે પણ નવી સિવિલ હોસ્પિટલ બહાર પાર્કિંગમાં અને આજુબાજુ કચરો અને ગંદકીના ઢગલા લોકોને જોવા મળ્યા હતો અને એ જોઇને  ટિપ્પણી કરતાં હતા કે જો આવી જ સ્થિ હોય તો રોગચાળો ના આવે તો શું આવે… રોગચાળો જ તો આવે ને…..!!

લોકલાગણી એવી જોવા મળી રહી હતી કે કમ સે કમ આરોગ્યમંત્રીની મુલાકાત પહેલા્ તો આ કચરાના ઢગલાઓ દૂર કરવા જોઇતા હતો…બિચ્ચારા આરોગ્યમંત્રી આ સિવિલ હોસ્પિટલ કેવી છાપ લઇને ગયા હશે…?

Related Articles

Back to top button