ગયા વર્ષે બૉલીવુડમાં શાહરૂખ ખાનની ફિલ્મોએ ધૂમ મચાવી હતી. જેમાં પઠાણ, જવાન અને ડંકી જેવી ફિલ્મોના નામ સામેલ છે.તેની આ ફિલ્મો એ બોક્સ ઓફિસ પર અઢળક કમાણી કરી હતી . તેથી આ વર્ષે પણ શાહરૂખના ફેન્સને આશા છે કે તેનો જાદુ ફરીથી ચાલશે . પરંતું 2024માં લોકસભાની ચુંટણીઓ ઉપરાંત IPLની મેચ હોવાથી બોક્સ ઓફિસ પર હજુ સુધી તેણે કોઈ મોટા પ્રોજેક્ટની જાહેરાત કરી નથી , પરંતુ સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે શાહરૂખ ખાન હવે ટૂંક સમયમાં જ મોટા પડદા પર ફરી જોવા મળી શકે છે.
હાલમાં કિંગ ખાન આઈપીએલમાં તેની ટીમના થયેલા વિજય ઉપરાંત તેની ખરાબ તબિયતને કારણે ચર્ચાનો વિષય બન્યા હતા.એવામાં હવે ચાહકો જાણવા આતુર છે કે કિંગ ખાન એટલે SRK હવે કઈ ફિલ્મ પર કામ કરી રહ્યા છે કે ??? જેમાં તેની દીકરી સુહાના ખાન પણ જોવા મળશે. સાથે જ આ ફિલ્મનું નામ શું હશે અને તે ક્યારે ફ્લોર પર આવશે? આ બધા સવાલો વચ્ચે દરમિયાન શાહરૂખની આગામી ફિલ્મનું ટાઈટલ પણ સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ એક વિડીયોમાં શાહરુખે ભૂલથી તેની આગામી ફિલ્મનું ટાઇટલ લીક કરી દીધું. સામે આવેલી આ ક્લિપમાં, શાહરૂખ ખાન સિનેમેટોગ્રાફર સંતોષ સિવાનને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રતિષ્ઠિત પિયર એન્જેનીક્સ એક્સેલ લેન્સ એવોર્ડ જીતવા બદલ અભિનંદન આપતા જોવા મળે છે. આ દરમિયાન લોકોનું ધ્યાન એક સ્ક્રિપ્ટ પર પડ્યું, જેનું ટાઇટલ ‘કિંગ‘ લખેલું હતું. આ ક્લિપ જોયા બાદ લોકો હવે કહી રહ્યા છે કે શાહરૂખ ખાન કિંગ નામની ફિલ્મમાં જોવા મળવાનો છે. રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મમાં સુહાના ખાન પણ જોવા મળશે.
વીડિયોમાં શાહરૂખ ખાન ગ્રે ટી-શર્ટ અને બ્લુ ડેનિમ પહેરીને સોફા પર બેઠા છે અને તેની બાજુના ટેબલ પર કેટલીક વસ્તુઓ રાખવામાં આવી છે. આ વસ્તુઓમાં એક બુકલેટ પણ છે જેના પર મોટા અક્ષરોમાં ‘કિંગ‘ લખેલું છે. શાહરૂખ ખાનના ચાહકો આ બુકલેટને તેની આગામી ફિલ્મની સ્ક્રિપ્ટ ગણાવી રહ્યા છે. આ ફિલ્મને લઈને એવા અહેવાલ છે કે કિંગ પર કામ શરૂ થઈ ગયું છે, શાહરૂખ ખાન પણ આ ફિલ્મમાં તેની પુત્રી સુહાના ખાન હશે. સુજોય ઘોષ આ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મ કિંગ શાહરૂખની પઠાણ અને જવાનથી એકદમ અલગ બનવાની છે. ફિલ્મની વાર્તા ભાવનાત્મક છે જે લોકોને પ્રેરિત કરશે.




