राष्ट्रीय

આઇટી સેલના વડા માલવિયા સામે યૌન શોષણનો ગંભીર આરોપ, 10 કરોડનો દાવો..

આઇટી સેલના વડા માલવિયા સામે યૌન શોષણનો ગંભીર આરોપ, 10 કરોડનો દાવો..

મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે સોમવારે બીજેપીના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયાની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે એક આરએસએસ કાર્યકર્તાનો હવાલો આપતા કહ્યું કે માલવીયની વિરુદ્ધ ગંભીર આરોપ લગવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે એક આરએસએસ કાર્યકર્તાએ માલવીયા પર મહિલાઓનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યએ બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયા પર મહિલાઓના જાતીય શોષણમાં “સંડોવાયેલા” હોવાનો આરોપ મૂક્યો હતો. આરોપના થોડા દિવસો પછી, અમિત માલવીયએ સોમવારે આરએસએસના સહયોગી શાંતનુ સિન્હા વિરુદ્ધ માનહાનિના આરોપમાં 10 કરોડ રૂપિયાનો દાવો દાખલ કર્યો હતો. કાનૂની નોટિસમાં માલવિયાએ કહ્યું હતું કે આરોપો “ખોટા અને બદનક્ષીભર્યા” છે અને તેને સોશિયલ મીડિયા પરથી હટાવવા જોઈએ.

નોટિસમાં લખવામાં આવ્યું છે કે, ‘આરોપોનું સ્વરૂપ અત્યંત વાંધાજનક છે કારણ કે તેઓ (શાંતનુ સિન્હા) મારા ક્લાયન્ટ (અમિત માલવિયા) દ્વારા કથિત રીતે કરાયેલા જાતીય ગેરવર્તણૂકના ખોટા આરોપો મૂકે છે. આ મારા ક્લાયન્ટની ગરિમા અને પ્રતિષ્ઠા માટે સારું નથી, જેઓ તેમની વ્યાવસાયિક પ્રોફાઇલના આધારે, જાહેર જીવન જીવતા વ્યક્તિ છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સિંહાએ માલવિયા પર પશ્ચિમ બંગાળમાં તેમના રોકાણ દરમિયાન મહિલાઓનું જાતીય સતામણી કરવાનો આરોપ લગાવ્યો હતો.

Related Articles

Back to top button