મહુવા તાલુકાના ઉંચાકોટડા ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ નારા અને રાષ્ટ્રધ્વજ સાથે રેલી કાઢવામાં આવી હતી અને આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા તેની ખુશીમાં ઉજવણી કરવામાં આવી હતી. અને શાળાની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ઉંચાકોટડા ગામના સરપંચશ્રી,ગામના આગેવાનો, સાધુસંતો, અને બહેનો બહોળી સંખ્યામાં આ કાર્યક્રમ નિહાળવા આવ્યા હતા. અને વિદ્યાર્થીઓએ બટુક ભોજન પણ લીધું હતું. આ કાર્યક્રમ ખુબજ સારી રીતે કરવામાં આવ્યો હતો. અને ગામના આગેવાનો અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ કઇ રીતે આગળ વધે તેની શાળાના આચાર્ય દ્વારા કાર્યક્રમ બાદ વાલી મિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. બાળકોમાં અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યું હતું.




