દિવાળી એટલે પરિવારની સાથે રહીને વાર તહેવાર ઉજવવાનો પ્રસંગ અને પર્વ. સૌ કોઇ પોતપોતાના પરિવારના સદસ્યોની સાથે દિવાળી મમનાવે પણ દિવ્યાંગોનું કોણ..? તેમની સાથે કોણ દિવાળી મનાવે…તેમને સાલ મુબારક કોણ કહે…તો તેનો જવાબ છે નાયક પરિવાર..

દિવાળીના પાવન પર્વ નિમિત્તે નાયક અશોકભાઇ તથા તેમના દિકરી નાયક ધારા તથા સહ પરિવાર દ્વારા આજ રોજ જય જલારામ સેવા ટ્રસ્ટ (માનસિક દિવ્યાંગ આશ્રમ)ના તમામ માનસિક દિવ્યાંગોને મળીને તેમને દિવાળીની શુભેચ્છાઓ આપીને ભોજન પ્રસાદ આપી અને તેમની સાથે દિપોત્સ્વી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ જ છે તહેવારની સાચી ઉજવણી. નાયક પરિવારના આ સદકાર્યને આવકાર મળી રહ્યો છે.




