गुजरातराष्ट्रीय

દુખદાયકઃ ગણપતિ વિસર્જનમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ડૂબી જવાથી 6 લોકોના મોત….

દુખદાયકઃ ગણપતિ વિસર્જનમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ડૂબી જવાથી 6 લોકોના મોત....

હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે 5 દિવસ પૂર્ણ થતા કેટલાક લોકો વિસર્જન કરવા લાગ્યા છે. જો કે આ દરમિયાન ડૂબી જવાથી મોતની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં આજે એક જ દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ડૂબી જવાથી 6 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

જો કચ્છ જિલ્લાની વાત કરીએ તો, અહીંના અંતરજાળના તળાવમાં ગણપતિ વિસર્જન સમયે 5 લોકો ડૂબવા લાગ્યા હતા. જે પૈકી બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. બીજી તરફ આ બાબતની જાણ થતાં પોલીસ, 108 અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહ બહાર કાઢીને તેને પોસ્ટમોર્ટમ માટે રામબાગ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.

આવી જ રીતે રાજકોટમાં પણ આજી ડેમમાં ગણપતિ વિસર્જન કરતા સમયે મામા-ભાણેજ ડૂબીને મોતને ભેટ્યા છે. જ્યારે ભાવનગરના કોળિયાકમાં પણ ગણપતિ વિસર્જન દરમિયાન ડૂબી જતા કિશોર ચુડાસમા નામના યુવકનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આમ આજે એક જ દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ગણપતિ વિસર્જન દરમિયાન 6 લોકો મોતને ભેટ્યા છે.

Related Articles

Back to top button