sabarkathaराष्ट्रीय

સાબરકાંઠાના ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ દર્શાવ્યો વિરોધ

ઉમેદવારોએ ઈડર પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી

સાબરકાંઠા જીલ્લામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ પોતાની પડતર માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આજે જીલ્લાના ટેટ ટાટ પાસ ઉમેદવારો આજે ઈડર પ્રાંત અધિકારીની કચેરી ખાતે એકઠા થયા હતા.

ત્યાં તેમણે પોતાની માંગણીઓ સાથે સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો.

પોતાની રજૂઆત સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ઈડર પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું . ઉમેદવારોએ મોટી સંખ્યામાં રેલી યોજી ભારે સૂત્રોચ્ચાર કરી આવેદન પત્ર આપ્યું હતું.

જ્ઞાન સહાયક અને કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ કાયમી સરકારી શિક્ષકોની ભરતીને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Related Articles

Back to top button