sabarkathaगुजरात

એક વર્ષથી નાસતા ફરતા ત્રણ આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસ

એક વર્ષથી નાસતા ફરતા ત્રણ આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસ

સાબરકાંઠા જીલ્લામાં એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી કરવા સારું તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપી છે.

જે સુચના અન્વયે પો.ઇન્સ.શ્રી.એન.એન.રબારી એસ.ઓ.જી.સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ હિંમતનગર ટાઉન તથા ખેડબ્રહ્મા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમ્યાન અ.હે.કોન્સ. ભાવિનકુમાર રસિકલાલ બ.નં-૪૮૧ તથા આ.પો.કોન્સ. ભાવેશકુમાર પશાભાઇ બ.નં-૯૦ નાઓને મળેલ સંયુક્ત ખાનગી બાતમી હક્તિ અન્વયે ખેરોજ પો.સ્ટે.પાર્ટ એ.ગુ.ર.નં- ૧૧૨૦૯૦૦૩૨૨૦૩ ૯૩/૨૦૨૨ પશુ સંરક્ષણ અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫,૬ (ક) (ખ),૮ તથા પશુઓ તરફ ઘાતકી વર્તન અટકાવવાના કાયદાની કલમ-૧૧(૧) (એલ) તથા ઇ.પી.કો કલમ- ૪૨૯,૧૨૦ બી મુજબના ગુનાના નાસતા ફરતા આરોપી (૧) રાજુ ઉર્ફે રાજેશકુમાર સમાજી ડામોર ઉ.વ.-૨૨ રહે.ગુજરી તા.કોટડા જી. ઉદેપુર રાજસ્થાનવાળો હિંમતનગર બસ સ્ટેશન આગળ રોડ ઉપરથી તથા (૨) રૂપાભાઇ મોડીયાભાઇ ગમાર ઉ.વ.-૩૩ તથા (૩) રાહુલભાઇ જોરાભાઇ ગમાર ઉ.વ.-૨૬ બન્ને રહે. ગુરાàડમારીયા તા.કોટડા જી. ઉદેપુર રાજસ્થાનવાળા ખેડબ્રહ્મા બસ સ્ટેશન આગળ રોડ ઉપરથી મળી આવતાં સદરી ત્રણે આરોપીઓને સી.આર.પી.સી.કલમ-૪૧(૧)આઇ મુજબ ડીટેઇન કરી આગળની કાર્યવાહી સારૂ હિંમતનગર બી ડીવિઝન તથા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે.

આ કેસમાં કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓમાં (૧) શ્રી. એસ.જે. ગોસ્વામી પો.સ.ઇ એસ.ઓ.જી. (૨) અ.હે.કોન્સ. ભાવિનકુમાર રસિકલાલ (૩) આ.હે.કોન્સ. કિરીટસિંહ રજનીકાન્તસિંહ (૪) આ.પો.કોન્સ. ભાવેશકુમાર પશાભાઇ અને (૫) ડ્રા.પો.કોન્સ. વૈભવસિંહ મહેન્દ્રસિંહનો સમાવેશ થાય છે.

Related Articles

Back to top button