સાબરકાંઠા જીલ્લા કોંગ્રેસ દ્વારા બેઠકોનો ધમધમાટ, સંવાદ કાર્યક્રમ યોજ્યો
સાબરકાંઠા જીલ્લા કોંગ્રેસ દ્વારા બેઠકોનો ધમધમાટ, સંવાદ કાર્યક્રમ યોજ્યો
વડાલીના વટપલ્લી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સંગઠન હોદ્દેદારો ઊમટ્યાં

હિંમતનગર: આગામી લોકસભાની ચૂંટણીને લઈને સાબરકાંઠા જીલ્લા કોંગ્રેસ દ્વારા વડાલીના વટપલ્લી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો.

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા કર્યકર્યતા સંવાદ કાર્યક્રમ બેઠકનું આયોજન તારીખ ૦૮ ઓક્ટોબરના રોજ વડાલી ખાતે આવેલ વટપલ્લી (શત્રુંજય જૈન ધામ હૉલ)માં રાખવામાં આવ્યો હતો જેમાં આગામી સમયમાં આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં બેઠકોનો દોર ચાલુ કર્યો છે ત્યારે સાબરકાંઠા જીલ્લા કાઁગ્રેસ દ્વારા સંગઠનને મજબૂત કરવા અને કોંગ્રેસ પક્ષનો સંદેશો ઘર ઘર સુધી પહોંચાડવા માટે કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ અંતર્ગત ચર્ચા વિચારણા કરી ચૂંટણી માટે રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી જ્યારે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને આગામી સંસદની ચૂંટણીમાં કામે લાગી જવા અને સત્તાધારી પક્ષ ભાજપ સામે મજબૂતાઈથી ચૂંટણી લડવા કેન્દ્રના અને પ્રદેશના કોંગ્રેસના નેતાઓએ તેજાબી ભાષાનો થકી આહવાન કર્યું હતું અને કાર્યકર્તાઓમાં એક નવો જોશ અને જુસ્સો પૂર્યો હતો આ પ્રંસગે એ.આઈ.સી.સી ના પ્રભારી રામ ક્રિષ્ના ઓઝા,પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને સાબરકાંઠા લોકસભા સીટના ઈન્ચાર્જ સિદ્ધાર્થ પટેલ,પ્રદેશ મહામંત્રી રાજેન્દ્રસિંહ કુમ્પાવત,બીજા પ્રદેશ મહામંત્રી રામભાઈ સોલંકી અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલ, મહામંત્રી તેમજ જીલ્લા,તાલુકા અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.




