sabarkathaराष्ट्रीय

પોલીસ આંદોલનનું કેન્દ્ર બની શકે સાબરકાંઠા, કારણ જાણો..કેમ?

પોલીસ આંદોલનનું કેન્દ્ર બની શકે સાબરકાંઠા, કારણ જાણો..કેમ?

સાબરકાંઠા આગામી સમયમાં પોલીસ આંદોલનનું કેન્દ્ર બને તો નવાઇ નહીં કેમ કે  પોલીસ મહા આંદોલનના પ્રણેતા નરેન્દ્રસિંહ પરમારે રાજીનામું આપ્યું છે. તેમણે પોલીસ ખાતામાંથી આપ્યું રાજીનામુંછે.

વિગતે જોઇએ તો, પોલીસ આંદોલનને લઈને સાબરકાંઠાથી  પોરબંદર બદલી  કરાઇ હતી. તેમણે ફેક્સથી પોતાનું રાજીનામું  પોરબંદર મોકલી આપ્યું છે આ ઉપરાંત પુરાવા તરીકે પોસ્ટમાં રજીસ્ટર એડી પણ રાજીનામુ મોકલી આપ્યું છે.

રાજીનામુ આપતી વખતે તેમણે જાહેરાત કરી કે આગામી સમયમાં પોલીસ કર્મચારીઓના ગ્રેડપે માટે તેઓ પોતાની લડત ચાલુ રાખશે. તેમની આ જાહેરાતને કેટલાક સૂચક માની રહ્યાં છે અને આગામી સમયમાં સાબરકાંઠામાંથી પોલીસ આંદોલનની ચિંગારી ભડકે તો નવાઇ નહીં.,

Related Articles

Back to top button