राष्ट्रीयદહેગામ

દહેગામ ખાતે આવેલી શ્રીનાથ કોમ્પ્લેક્સમાં નવરાત્રી મહોત્સવમાં રોહિતજી ઠાકોર દ્વારા 61000નું દાન કરીને ગરબા રસિકોના દિલ જીતી લીધા હતા.

પ્રતિનિધિ:અગરસિંહ ચૌહાણ….

વિગતે જોઇએ તો, ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં નવરાત્રિના પાંચમા નોરતે શ્રીનાથ સોસાયટીમાં  નવરાત્રીનો મહોત્સવ ખુબ જ સુંદર રીતે ઉજવણી થતી હોવાથી ખેલૈયો મન મૂકીને આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરી રહ્યા છે.

દરમ્યાન,  આ સોસાયટીના રહીશ ચંદ્રેશભાઇ પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી અને ગિરીશ પટેલે પત્રકારની રજૂઆતને લીધે દહેગામ તાલુકાના ખૂબ જ ખ્યાતિ પામેલા અને લોક સેવાના કાર્યમાં અગ્રતાક્રમ ધરાવતા અને મહાકાળી માતાના ઉપાસક તેમજ ઠાકોર સેવા કેળવણી ટ્રસ્ટ પ્રમુખ એવા રોહિતભાઈ ઠાકોર (ભામાશા) ને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

અને આ ભાવભીના આમંત્રણને માન આપીને રોહિતભાઈ ઠાકોર તેમની ટીમ સાથે આ નવરાત્રી મહોત્સવ કાર્યક્રમમાં  હાજરી આપી હતી.  રોહિતભાઈ ઠાકોર દાનેશ્વરી હોવાથી માતાજીના દર્શન કરીને આરતી ઉતારીને માતાજીના આશીર્વાદ લીધા હતા.

ત્યારબાદ આ સોસાયટીના રહીશો સૌ ભેગા મળીને રોહિતભાઈને સાલ ઓઢાડી ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને માતાજીની નવલી નવરાત્રીમાં દાતાશ્રી રોહિતભાઈ આ ગરબા રસીકોને અને સંચાલકોની 61 હજારનું દાન આપીને સૌના દિલ જીતી લીધા હતા અને આ કાર્યક્રમમાં લવાડ ગામના ભુવાજી રાજુભાઈ રબારી પણ ઉપસ્થિત રહ્યાં હતા.

 તેમના આગમન અને તેમના દાનથી સોસાયટીના રહીશો અને ખેલૈયામાં ભારે ખુશીનો માહોલ સવાઈ જવા પામ્યો હતો અને અહીંયા રાત્રિના સમયે નવરાત્રિ મહોત્સવ કાર્યક્રમ ભવ્ય આયોજન કરવામાં પણ આવે છે નવી નવી સ્ટાઈલના ગરબા પણ કરવામાં આવતા હોવાથી મોટી સંખ્યામાં આ સોસાયટીના આગેવાનો રહીશો અને ખેલૈયાઓ હાજર રહેવા પામ્યા હતા અને સર્વ સોસાયટીના આગેવાનો તેમજ રહીશો અને ખેલૈયાઓએ મહાકાળી માતાજીની જય બોલાવીને રોહિતભાઈ ઠાકોર નો ખુબ ખુબ આભાર માન્યો હતો.

Related Articles

Back to top button