વર્તમાન સમયમાં ભામાશા એટલે દાનવીર. એક ભામાશાએ વીર પ્રતાપને મદદ કરીને તેના રાજ્યને ફરી જીતાડવામાં મદદ કરી અને મહારાણા અમર થઇ ગયો. એમ વર્તમાન સમયમાં પણ ઠાકોર સમાજમાંથી પણ એક ભામાશા ચર્ચામાં છે.જેમાં દહેગામ તાલુકામાં છેલ્લા 15 વર્ષથી લોક સેવા આપતા રોહિત ઠાકોર(ભામાશા) ને દહેગામ તાલુકામાં જબરજસ્ત આવકાર મળી રહ્યો છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે 15 વર્ષથી તાલુકાના જનતાની સેવા સાથે સંકળાયેલા ગરીબોના બેલી અને માતાજીના કાર્યક્રમોમાં દાનનો ધોધ વહેવડાવીને તાલુકાના ગામે ગામથી માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય કે કોઈ ધાર્મિક પ્રસંગ હોય અને કોઈ કામ ન થતું હોય ત્યારે દહેગામની જનતા રોહિતજીના પાસે જાય ત્યારે તેમનો કાર્ય પૂર્ણ થાય છે અને જન સેવાના કાર્યક્રમાં તેઓ ભામાશા તરીકે બહુ જ ખ્યાતિ પામેલા છે.
શક્તિપીઠ અને જગતજનની મા મહાકાળીના ધામ એવા પાવાગઢના ખાતે લોક સેવા માટે વિસામો પણ બનાવવામાં આવ્યો છે તેમાં દરરોજના સંખ્યાબંધ લોકોને ભોજન રોહિત ઠાકોર તરફથી પીરસવામાં આવે છે તેમજ દહેગામ તાલુકામાં ગામે ગામ ફરીને હાલમાં લોક સેવા ચાલુ કરી દીધી છે.

આ લોક સેવામાં ગામડાના ગરીબોને દાન દક્ષિણા અને અન્નદાન- વસ્ત્રદાન અને ગરીબોની જમાડવાની પ્રવૃત્તિઓમાં ખૂબ જ અગ્રતાક્રમ ધરાવે છે અને હાલમાં નવરાત્રીમાં માતાજીના ગરબામાં જઈને આરતી ઉતારીને મોટી દાન દક્ષિણા પણ આપતા નજરે પડી રહ્યા છે. આવા સેવાભાવી વ્યક્તિ દહેગામ તાલુકાને મળતા તાલુકાનું પણ ગૌરવ વધારેલું દેખાય છે.
શ્રી રોહિતભાઈ ઠાકોર મહાકાળી માતાના ઉપાસક હોવાથી ધાર્મિક પ્રવૃત્તિ સાથે લોક સેવાના કાર્યમાં પણ સમગ્ર ગુજરાતમાં તેમ તેમના કામોનો અને નામનો ડંકો વાગેલો છે અત્યારે આવી રહેલી વિધાનસભાની ચૂંટણી માટે તેવો જ લોક સેવાના કાર્યમાં અગ્રતા ક્રમ ધરાવીને ગામેગામ તાલુકાની જનતાની સેવા કરવાની ચાલુ કરી દીધી છે આવા દાનવીર અને ધરમવીર નેતાને તાલુકામાં જોરદાર આવકાર પણ મળી રહ્યો છે




