તકેદારીઃ હિંમતનગરની સીવીલ હોસ્પિટલની વીવીઆઇપીઓ દ્વારા ઉપરાઉપરી મુલાકાત…
તકેદારીઃ હિંમતનગરની સીવીલ હોસ્પિટલની વીવીઆઇપીઓ દ્વારા ઉપરાઉપરી મુલાકાત...

સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર શહેરમાં સિવિલ હોસ્પિટલમાં એક પછી એક નેતાઓ અને મંત્રીઓ મુલાકાત કરી રહ્યા છે. આ અગાઉ કદાજ આટલા ટૂંકા ગાળામાં આટલી મોટી સંખ્યમાં મહાનુભાવોએ સીવીલની મુલાકાત નહીં લીધી હોય.
પહેલા સાબરકાંઠા-અરવલ્લીના ભાજપના સાંસદ શોભનાબેન બારૈયાએ હોસ્પિટલની મુલાકાત લઇને ચાંદીપુરા વાઇરસના પિડિત બાળદર્દીઓ અને તેમના વાલીઓની સાથે મુલાકાત કરી હતી.
ત્યારબાદ હિંમતનગરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ ઝાલા, રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને શનિવારના રોજ રાજ્ય કક્ષાના અન્ન અને પુરવઠા મંત્રી ભીખુ સિંહ પરમાર સિવિલની મુલાકાતે આવ્યા હતા. તેમણે સિવિલમાં દાખલ થયેલા બાળદર્દીઓની ખબર-અંતર પૂછીને વાયરસને જડમૂળમાંથી નાશ કરવા માટેની કામગીરી અંગે જાણકારી મેળવી હતી.
તેમણે આઇસીયુ વોર્ડની પણ મુલાકાત લીધી હતી અને બાળદર્દી સાથે મુલાકાત કરી તેમના આરોગ્યની પૂછપરછ કરી હતી. જે હોય તે પરંતુ જિલ્લામાં આ રોગે બાળકોમાં અજગરી ભરડો લીધો છે. આ રોગના કારણે પ્રજા ભયના ઓથાર નીચે જીવી રહી છે. પ્રજા હવે તો ભગવાન જ બચાવે… તેમ કહી રહી છે. કેમ કે અગાાઉ કોરોનામાંથી માંડ બચ્યા અને કેટલુ સહન કર્યું ત્યાં વળી ચાંદીપુરા વાઇરસે હાહાકાર મચાવ્યો છે.




