આનંદો, ગુજરાત માટે રાહતના સમાચાર : હવામાન વિભાગ કહે છે કે, જો ભાઇ…..
આનંદો, ગુજરાત માટે રાહતના સમાચાર : હવામાન વિભાગ કહે છે કે, જો ભાઇ.....
અમદાવાદ સહિત ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ , પારો અત્યારે 40 ડિગ્રી ઉપર પહોંચેલો છે. પરંતુ એક તબક્કો એવો હતો કે ગરમીને કારણે શહેરીજનો તોબા પોકારી ઉઠયા હતા. છતાં ગરમી ઓછી થવાની કોઈ શક્યતાઓ જણાતી ન હતી. જળવાયુ પરિવર્તનને પગલે આ વર્ષે ગરમી રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગઈ એવું જાણવામાં આવી રહ્યું છે. જેને માટે સમગ્ર વિશ્વ જવાબદાર છે. તેથી જો આવનારા સમયમાં જો આ દિશામાં યોગ્ય અને નક્કર પગલાં લેવાંમાં નહીં આવે તો તેના પરિણામો ચોક્કસ ચિંતાજનક હોઇ શકે છે.
પરંતુ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલી માહિતી મુજબ હવે ગુજરાતના લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે. આગામી દિવસોમાં ઉનાળો સમાપ્ત થશે અને ચોમાસું દસ્તક આપશે. આગામી દિવસોમાં ગરમી ઘટનાના સંકેત હવામાન વિભાગને જણાઈ રહયા આવી છે.
અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું.હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે મંગળવારે ગુજરાતમાં સૌથી વધારે તાપમાન 44.1 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું તાપમાન 25.4 ડિગ્રી રહ્યું હતું. 44.1 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત રાજકોટમાં 43 ડિગ્રી, ગાંધીનગરમાં 43.4 ડિગ્રી, ભાવનગરમાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો હતો.
એક હવામાંન જણાવતી સંસ્થા મુજબ આજે 29 મે 2024ના રોજ ગરમી ગઈ કાલ કરતા એક ડિગ્રી ઘટશે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેવાની શક્યતા છે જ્યારે લઘુતમ તાપમાન 30 ડિગ્રી રહેશે. દિવસ દરમિયાન પવનની ગતિ 20 કિલોમીટર પ્રતિકલાકની રહેશે જ્યારે હવાની ગુણવત્તા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. તો દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમી પવનો નીચેના સ્તરે પ્રવર્તિ રહ્યા છે, જેને પગલે આગામી દિવસોમાં ગરમી 2-3 ડિગ્રી ઘટી શકે છે.હવામાન વિભાગ પ્રમાણે આજે 29 મે 2024ના રોજ કચ્છ સૌરાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશો દિવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે.
મંગળવારે રાજ્યના મહત્વના શહેરોમાં ગરમીનો પારો જાણીએ કેટલો હતો , જેમા સૌ પ્રથમ અમદાવાદ :44.1મહત્તમ જ્યારે 29.0 લઘુત્તમ નોંધાઈ એજ પ્રમાણે ગાંધીનગર 43.4 અને લઘુત્તમ 29.2, સુરતમાં મહત્તમ 34.1,29.5 લઘુત્તમ ,વડોદરા 40.6મહત્તમ અને 29.4લઘુત્તમ ,અને આખરે રાજકોટમાં મહત્તમ તાપમાન 43.0 લઘુત્તમ 26.3નોંધાયું હતું.
આ બાજુ ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈ મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે, કેરળમાં ચોમાસુ ટૂંક સમયમાં પહોંચી શકે છે. 31 મેના રોજ કેરળના દરિયાકાંઠે ચોમાસુ દસ્ક્ત આપશે, ત્યારબાદ આગળ વધી મહારાષ્ટ્રમાં 8થી 10 જૂન સુધી પહોંચશે અને ગુજરાતમાં 12 જૂનથી 15 જૂન સુધી પહોંચી શકે છે.




