મોંઘવારીમાં રાહતઃ હવે શુધ્ધ ઘીમાં બનેલી જલેબી સસ્તી મળવી જોઇએ…કારણ કે ઘીના ભાવ ઘટ્યા….
મોંઘવારીમાં રાહતઃ હવે શુધ્ધ ઘીમાં બનેલી જલેબી સસ્તી મળવી જોઇએ...કારણ કે ઘીના ભાવ ઘટ્યા....

એક વાર ભાવ વધારો થાય પછી તેમાં ઘટાડો ભાગ્યે જ થાય છે અને દૂધ –ઘીમાં થતો વધારો ઘટે તો તે ખરેખર નવાઇ પમાડે તેવા સમાચાર બની શકે. અના આવા સમાચાર બન્યા છે સાબરકાંઠામાં. કેમ કે જિલ્લાની લાખો પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીના સાબરશુદ્ધ ઘીમાં પ્રતિ કિલોએ રૂ 15 નો ઘટાડો થયો છે. જે વપરીશકારો માટે ખરેખર આનંદદાયક ગણાશે.
વિગતે જોઇએ તો, સાબરડેરીના શુદ્ધ ઘીના 15 કિલોના ડબ્બામાં રૂ 225 નો ઘટાડો થયો છે.અને હવે 15 કિલોનો સાબર શુદ્ધ ઘીનો ડબ્બો રૂ 9375 માં મળશે. જ્યારે હવે 1 કિલો સાબર શુદ્ધ લુઝ ઘી રૂ 625માં મળશે.ડેરી દ્વારા દિવાળી બાદ કમુરતા ઉતરતા ભાવ ઘટાડો કરવામાં આવ્યો હોવાનું મનાય છે.
આજની મોંઘવારીમાં નોંધનીય બાબત એ કહી શકાય કે, વર્ષ 2024માં પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટે તે પહેલાં પ્રથમવાર ઘીના ભાવમાં ઘટાડો થઇ ગયો છે.અમુલ દ્વારા લુઝ ઘીના ભાવમાં ઘટાડો કરતા સાબર ડેરીએ પણ તેને અનુસરીને ભાવ ઘટાડ્યા છે. હવે શુધ્ધ ઘીમાં બનેલી જલેબી સસ્તી મળવી જોઇએ…..




