આરામઃ કેજરીવાલને 3 જુલાઇ સુધી રહેવુ પડશે જેલમાં…
આરામઃ કેજરીવાલને 3 જુલાઇ સુધી રહેવુ પડશે જેલમાં...
લીકર પોલીસી કૌભાંડના મુખ્ય આરોપી દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલનો જેલવાસ લંબાયો છે. દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે ફરી એક વાર કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવી દીધી છે. આ ઉપરાંત વિનોદ ચૌહાણની પણ ન્યાયિક કસ્ટડી લંબાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કોર્ટ કેજરીવાલની હંગામી જામીન વધારવા અંગેની અરજીને ફગાવી દીધી હતી.
કૌભાંડના મુખ્ય આરોપી દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલનો જેલવાસ લંબાયો છે. દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે ફરી એક વખત કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવી દીધી છે. સાથે જ વિનોદ ચૌહાણની ન્યાયિક કસ્ટડી પણ લંબાવાઈ છે. આ બન્નેને આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કથિત દિલ્હી એકસાઇઝ પોલિસી કૌભાંડમાં બંનેની ન્યાયિક કસ્ટડી આજે પૂરી થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હાલમાં કેજરીવાલ દિલ્હીની તિહાડ જેલમાં કેદ છે. રાઉજ એવન્યુ કોર્ટના આ આદેશ બાદ કેજરીવાલે હાલ તિહાર જેલમાં જ રહેવું પડશે.
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે દિલ્હી એક્સાઇઝ પોલીસી કેસમાં મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલની ધરપકડ કરી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન EDના વકીલે કહ્યું કે વિનોદ ચૌહાણે કવિતાના PA પાસેથી 25 કરોડ રૂપિયા અભિષેક બોઈનપલ્લી મારફતે લીધા હતા. આ પૈસા ગોવાની ચૂંટણી માટે લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિનોદ ચૌહાણની મે મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ અને લિકર પોલીસી કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપી વકીલ વિનોદ ચૌહાણ વચ્ચેના સંબંધોને લઈને અનેક દાવા કર્યા હતા




