રાખડી એટલે ભાઇબહેનના પવિત્ર સંબંધનો અનોખો પર્વ. આ દિવસે એક બહેન પોતાના ગરીબમાં ગરીબ ભાઇને પણ રાખડી બાંધીને આશિર્વાદ આપીને ભાઇનું ભાર ઉતારતી હોય છે. પરંતુ જેમના ભાઇ કેઇને કોઇ કારણોસર જેલમાં હોય તો એ બહેનોએ જેલમાંજઇને રક્ષાબંધન કરી પરંપર નિભાવી હતી. સબ જેલમાંમા કેદ કેદીઓને મળી બેહનોએ ભાઈઓને રાખડી બાંધી આશીર્વાદ લઈ જલ્દીથી તેઓ જેલ મુક્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.
સમગ્ર રાજ્યમાં રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે નારિયેળી પૂનમના દિવસે ઉજવામાં આવતો તહેવાર ભાઈ બહેનના પવિત્ર બંધન અને પ્રેમનો તહેવાર ગણવામાં આવે છે. સામાન્ય રીતે બધા ભાઈ-બેહનો પોતાના ઘરે આ તેહવાર ઉજવતા હોય છે ત્યારે આજ રોજ હિંમતનગર ખાતે આવેલ જિલ્લા મુખ્ય જેલ ખાતે કાચા તેમજ પાકી કેદના કેદીઓને તેમની બેહનો રાખડી બાંધવા માટે આવી હતી.
સબજેલના જેલર એ.જી.દેસાઈ દ્વારા કોઈ બહેન ભાઈને રાખડી બાંધ્યા વિહોણી ના રહે તે માટે રક્ષાબંધન પર્વનો કાર્યક્રમ જેલ ખાતે યોજવામાં આવ્યો હતો અને કેદીઓને રાખડી બાંધવા આવેલ બહેનોને કાયદા અને નિયમોને ધ્યાનમાં રાખી યોગ્ય વ્યવસ્થા કરી આપી હતી અને મુલાકાત નો સમય ફાળવવા દેવામાં આવ્યો હતો.




