गुजरातराष्ट्रीय

રાજીનામુઃ કોંગ્રેસનો એક દિપ (ચિરાગ પટેલ) કમલમમાં ઝળહળ ઝળહળ થયો…વેલકમ…..

રાજીનામુઃ કોંગ્રેસનો એક દિપ (ચિરાગ પટેલ) કમલમમાં ઝળહળ ઝળહળ થયો...વેલકમ.....

ભાજપમાં પ્રવેશ કરતાં જ ખંભાત વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચિરાગ પટેલના સૂર બદલાઈ ગયા હતા. તેમણે આજે સવારે અટકળો વચ્ચે પોતાનું રાજીનામું  વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીને  સોંપ્યું હતું.

ત્યારબાદ  વિવિધ લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે જેમાં સૌ પ્રથમ  કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે ખંભાતના સ્થાનિકોની પણ પ્રતિક્રિયાઓ ધીમેધીમે સામે આવી રહી છે.

ધારાસભ્ય પદેથી રાજીનામું આપયા બાદ તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ હજુ પણ તૂટશે , તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓને ઉચકીને ખુરશીમાં બેસાડવા પડે છે અને કોંગ્રેસને ઉઘરાણા સિવાય કશુ જ આવડતુ નથી. ‘ડોનેટ ફોર દેશ’ અભિયાન અંગે પણ ચિરાગ પટેલે હસી ઉડાવી હતી . કોંગ્રેસના નેતાઓ AC હોલમાં બેસીને પક્ષ ચલાવે છે તેમજ કોંગ્રેસમાં ધારાસભ્યો ગૂંગળાઈ રહ્યા છે. કોંગ્રેસમાં બોલવાનું અને કરવાનું એકદમ અલગ છે. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. ઉપરાંત તેમનું નેતૃત્વ દિલ્લીથી ઓપરેટ થાય છે

ચિરાગ પટેલના રાજીનામા બાદ કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ભાજપમાં ગયેલાને પૂછો એમની શું હાલત છે, અત્યારે અમારી પાસે કોઇ ચોક્કસ માહિતી નથી. ભાજપના શાસનમાં લોકોના પ્રશ્નો અંગે કોઇ કામગીરી થઇ નથી. સુખાકારી માટે ભાજપે કોઇ કામ નથી કર્યા નથી તેમ હિંમતસિંહએ જણાવ્યું હતું.

આણંદમાં ખંભાત કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલના રાજીનામા બાદ ખંભાતના સ્થાનિકોની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ચિરાગ પટેલના રાજીનામાંનો ખંભાતની જનતાએ આવકાર્યું છે.હવે કામ સારા થશે . કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે જે એકદમ બરાબર કામ કર્યું છે. ખંભાતમાં ફરી ભાજપ આવશે અને પ્રજાના હિત થાય તે માટે રાજીનામું આપ્યું છે

કોંગ્રેસના વધુ ધારાસભ્યોએ પણ પક્ષને અલવીદા કરે તેવી સંભાવના છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને AAPને મોટા ઝટકા લાગી શકે છે. એક કરતાં વધુ ધારાસભ્યો રાજીનામાં આપી શકે છે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

1990 બાદ પ્રથમ વખત 2022ની વિધાનસભા ચૂંટણીમાં ખંભાતમાં કોંગ્રેસની જીત થઈ હતી. ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલની 3711 મતોથી જીત થઈ હતી. ભાજપના મહેશ રાવલ, કોંગ્રેસના ચિરાગ પટેલ અને આપના અરુણ ગોહિલ વચ્ચે જંગ જામ્યો હતો. ભાજપનો ગઢ ગણાતા ખંભાત બેઠક પર  વિધાનસભા ચૂંટણીમાં વર્ષ 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસની જીત થઈ હતી. ચિરાગ પટેલને 69,069 મત મળ્યાં હતાં. જેની સામે ભાજપના મહેશ રાવલને 65,358 મત મળ્યાં હતાં.

Related Articles

Back to top button