Blog

મેઘરજ પંથકમાં વરસાદથી વાતાવરણમાં ટાઢક અને ખેતરોમાં જીવતદાન…થેંક્સ મિ. મેઘરાજા

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા…

ચાલુ વર્ષે ઘણાં દિવસો બાદ અરીવલ્લીના વાતાવરણમાં પલટો આવ્યો અને ફરીથી વરસાદે સાદ કર્યો કે ડોન્ટ વરી…હું આવ્યો…અને તેની સાથે જ મેઘરજ પંથકમા સતત બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને  તેની સાથે વરસાદ પણ આવ્યો.

વિગતે જોઇએ તો, રામગઢી, રાજપુર, રોયણીયા, પટેલઢુંઢા, મેડી સહીત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદનું આગમન થુયં હતું અને ગરમીથી કંટાળેલા  લોકોને વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરેલી ઢંડકથી રાહત અનુભવી હતી.

ઉપરાંત આ વરસાદથી ખેતી પાકને જીવનદાન મળે તેમ છે. કેમ કે  વરસાદ લંબાઇ જતાં ખેતરોમાં ઉભો પાક મુરઝાઇ રહ્યો હતો ને ખેડૂતો વિનંતી કરતાં હતા કે આવ રે વરસાદ….અને વરસાદ આવતા તેમનો પાક બચી ગયો છે.

Related Articles

Back to top button