નીટ કૌભાંડ મામલે રાહુલ કી ફરિયાદ- સર, મેરા માઇક બંદ કર દિયા…મૈં કૈસે બોલુ…
નીટ કૌભાંડ મામલે રાહુલ કી ફરિયાદ- સર, મેરા માઇક બંદ કર દિયા...મૈં કૈસે બોલુ...

નીટ પેપર લીકનો મુદ્દો આજે સંસદમાં પણ સાંભળવા મળ્યો છે. કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્પીકરને નેટ પેપર લીક બાબતે ચર્ચાની વાત કરી અને વિપક્ષને સ્થગિત કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો મુદ્દો છે. સંસદમાં પક્ષ અને વિપક્ષની ચર્ચાની સાથે અમે વિદ્યાર્થીઓને પણ સંદેશ આપવા માંગીએ છીએ. લોકસભા સ્પીકર ઓમ બિરલા તાત્કાલિક NEET પર ચર્ચા માટે સહમત નહોતા. સ્પીકર રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા પછી NEET પર ચર્ચા ઇચ્છતા હતા. જોકે વિપક્ષનો સ્થગિત પ્રસ્તાવ ફગાવવામાં આવ્યા પછી જોરદાર હોબાળો થયો અને તે પછીથી સંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી.
રાહુલ ગાંધીએ સ્પીકર પાસે બે મિનિટનો ટાઈમ માંગ્યો. આ અંગે સ્પીકરે કહ્યું કે તમે બે મિનિટનો નહીં, જેટલો તમારી પાર્ટીનો સમય છે, તે સંપૂર્ણ લઈ શકો છો તમે વિગતે બોલજો. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે તમે વિરોધ પક્ષના નેતા છો. સંસદની મર્યાદાઓનું પાલન કરો. તે પછી રાહુલ ગાંધીએ કઈંક કહ્યું. જેનો જવાબ આપતા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે હું માઈક બંધ કરવા માંગતો નથી. અહીં કોઈ બટ ન નથી.
આ મામલે કોંગ્રેસના નેતા દીપેન્દ્ર હુડ્ડાએ મોટો આરોપ લગાવતા કહ્યું કે સંસદમાં રાહુલ ગાંધીનું માઈક બંધ કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે પેપર લીકથી વિધાર્થીઓનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે. નીટ પરીક્ષામાં પણ પેપર લીક થઈ જાય છે અને સરકાર કઈ કરતી નથી. આજે સંસદમાં રાહુલ ગાંધીનું માઈક પણ બંધ કરી દેવામાં આવ્યું હતું.




