राष्ट्रीय

રાહુલનો દાવો- સરકાર તો ઇન્ડિયા એલાયન્સની જ બનશે….! પણ કેટલી ટકશે…?!

રાહુલનો દાવો- સરકાર તો ઇન્ડિયા એલાયન્સની જ બનશે....! પણ કેટલી ટકશે...?!

આજે સાંજે પરિણામ બાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સરકાર બનાવવાને લઈને રાહુલે કહ્યું કે અમે આવતીકાલે ગઠબંધન સહયોગીઓને મળવા જઈ રહ્યાં છીએ અને આવતીકાલે નિર્ણય કરીશું.

વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આ લડાઈ બંધારણને બચાવવા માટેની હતી. તેમણે અમારા બેન્ક એન્કાઉન્ટ સીઝ કર્યા છે. પાર્ટીઓ તોડી, ત્યારે મારા મગજમાં હતું કે હિન્દુસ્તાનના લોકો એક થઈને લડશે. લોકોએ બંધારણને બચાવવાનું પહેલું અને સૌથી મોટું પગલું લીધું છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે આ ચૂંટણી ઈન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પાર્ટી એક પાર્ટીની વિરુદ્ધ લડી નથી. અમે સંસ્થાઓની વિરુદ્ધ લડ્યા છીએ. દરેક સંસ્થાઓ અમારી વિરુદ્ધ હતી. રાહુલે કહ્યું કે અમે આ ચૂંટણી લોકશાહી સંસ્થાઓની વિરુદ્ધ લડ્યા કારણ કે તે તમામ પર મોદી સરકારે કબજો કરી લીધો હતો. આ લડાઈ બંધારણને બચાવવાની હતી.

કોંગ્રેસ પ્રમુખ ખડગેએ કહ્યું આ મોદીની નૈતિક હાર છે. તેઓ દરેક જગ્યાએ પોતાના નામ પર વોટ માંગતા હતા. અમે પ્રતિકળ માહોલમાં ચૂંટણી લડી. અમારા બેન્કના ખાતાઓને સીલ કરવામાં આવ્યા હતા. નેતાઓને જેલમાં નાંખવામાં આવ્યા. તેમણે કહ્યું કે શરૂઆતથી લઈને અંત સુધીનું કોંગ્રેસ પાર્ટીનું કેમ્પેન સકારાત્મક હતું. અમે મોંઘવારી, રોજગારી જેવા મુદ્દાઓ પર ચૂંટણી લડી. તેમણે વધુમાં કહ્યું કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેમ્પેન કર્યું હતું, તેને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. ખડગેએ કહ્યું રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને ન્યાય યાત્રા સફળ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોની વચ્ચે જુઠ્ઠાણું ચલાવ્યું હતું.

દરમિયાનમાં, 19 એપ્રિલથી શરૂ થયેલી 18મી લોકસભાની ચૂંટણીઓ માટે સાત કોઠા સમાન સાત તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને હવે સૌની નજર પરિણામ પર ટકેલી છે. દરેક તબક્કામાં સરેરાશ 60 ટકાની આસપાસ મતદાન થયું છે. જોકે બંગાળમાં સૌથી વધારે 70 ટકાની ઉપર મતદાન થયું છે. કુલ 543 બેઠકો માટે 8,000 કરતા વધુ ઉમેદવારો મેદાનમાં હતા. 97 કરોડ મતદારોમાંથી અંદાજે 32 કરોડ મતદારો મતદાનથી દૂર રહ્યાં છે અને 60થી 62 કરોડ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

હિટવેવ અને ભીષ્ણ ગરમીમાં કદાચ પહેલીવાર આ ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં સંખ્યાબંધ ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પણ નિધન પામ્યા હતા. ભીષણ ગરમીને જોતા આગામી ચૂંટણીઓ એપ્રિલ-મેમાં યોજવી કે કેમ તેના વિશે પણ વિચારણ થઈ શકે.  આ ચૂંટણીઓમાં પ્રચારના કોઈ એક મુદ્દાને બદલે દરેક તબક્કામાં અલગ-અલગ મુદ્દા જોવા મળ્યાં હતા. જેમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના રાહુલ ગાંધી અને કોંગ્રેસના મેનિફેસ્ટોને નિશાન બનાવી પ્રહારો કર્યા હતા.

Related Articles

Back to top button