sabarkathaराष्ट्रीय

સરોલી ગામે સાર્વજનિક ગણેશ મહોત્સવની રંગેચંગે પૂર્ણાહુતિ…

રાજકમલસિંહ પરમાર, સાબરકાંઠા….

હાલમાં રાજકીય પક્ષોમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે તો મતદારો વાર-તહેવાર પ્રસંગો ઉજવીને મોંઘવારીમાં કંઇક આનંદ ઉલ્લાસ દ્વારા મનની શાંતિ મેળવી રહ્યાં છે. જેમાં હાલમાં ચારે કોર ગણપતિ બપ્પા મોરયા….ની જય સંભળાય છે.સાંજ પડે એટલે જય ગણેશ..જય ગણેશ..ની સુમધુર આરતી સંભળાય છે. જિલ્લામાં પણ ગણપતિદાદાના વધામણાં કરવામાં આવ્યાં છે.

વિગતે જોઇએ તો, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલા સરોલી ગામે સાર્વજનિક ગણેશ મહોત્સવની રંગેચંગે અને ભારે ઉલ્લાસમય વાતાવરણની વચ્ચે પૂર્ણાહુતિ કરાઇ હતી.

ગજાનંદ યુવક મંડળ દ્વારા 2018માં વિઘ્નહર્તા-દુખહર્તા-સુખકર્તા દુંદાળા દેવ ગણપતિદાદાને વાજતે ગાજતે ભાવભીના નયનોથી બેસાડવામાં આવ્યા હતા અને ગામ લોકો દ્વારા દર વર્ષે ત્યારબાદ  પૂજા અર્ચના કરવામાં આવતી હતી

2022માં પાંચ વર્ષ પૂર્ણ થતા ગણપતિદાદાનો ભવ્ય  અને દિવ્ય વરઘોડો અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમસ્ત સરોલી ગ્રામજનો  ગજાનંદ યુવક મંડળ અને વડીલો માતાઓ અને બહેનો દ્વારા આ કાર્યક્રમને ખુબ જ ઉત્સાહથી ભાગ લઈ સફળ બનાવ્યો હતો

ગામના સરપંચ અને આગેવાનો દ્વારા આ ગજાનંદ યુવક મંડળને સાથ સહકાર આપી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો

Related Articles

Back to top button