sabarkathaराष्ट्रीय

વિરપુર ( ઇડર) ગામે ગરનાળા ઉપર સત્વરે પુલ બનાવવાની જન જનની માંગણી….

વિરપુર ( ઇડર) ગામે ગરનાળા ઉપર સત્વરે પુલ બનાવવાની જન જનની માંગણી....

ઇડર તાલુકાના  જાદર અને વિરપુર ગામને જોડતા  વિરપુર ગામને અડીને આવેલ જર્જરિત ગરનાળાને સ્થાને  નવીન પુલ બનાવવાની આ વિસ્તારના લોકોની માંગ છે, વિરપુરથી રૂદરડી જતા આવતા ગામને  અડીને આવેલ આ ગરનાળું અત્યંત ક્ષતિગ્રસ્ત તથા જર્જરિત હાલતમાં હોઇ તાત્કાલિક તેના ઉપર પુલનું કામ  શરુ કરવાની તાતી જરૂર છે.

તાજેતરમાં જાદરથી  રૂદરડીને જોડતા ગરનાળા ઉપર બનાવેલ પુલ જેવો પુલ વિરપુર ગામે બનાવવા તથા રૂદરડીથી વિરપુર મશાલ ચોકડી જવાહર નવોદય વિધાલય સુધીના બંને બાજુના માર્ગના સાઈડનુ મેટલીંગ કામ કર્યા બાદ  રોડ રિપેરિંગનું કામ ઘણા સમયથી અધુરુ રહેલ છે, જે સત્વરે પુર્ણ કરવા આ વિસ્તાર તથા વિરપુર ગામના લોકોની માગણી છે.

આ આ ગરનાળું  આ માર્ગે પસાર થતા  વાહન ચાલકો માટે ભયજનક  બનેલ છે તથા અકસ્માત નોતરે તેં પહેલા સંબંધિત  માર્ગ અને મકાન વિભાગ આ માર્ગ તથા પુલનું કામ તાત્કાલિક પૂર્ણ કરે તેવુ આ વિસ્તારના લોકો ઇચ્છી રહ્યાં છે.

Related Articles

Back to top button