વિરોધઃ વડાલીમાં નવા પદાધિકારીઓની વરણીમાં 15 સદસ્યોને વાંકુ પડ્યું…મચ્યો ખળભળાટ..
વિરોધઃ વડાલીમાં નવા પદાધિકારીઓની વરણીમાં 15 સદસ્યોને વાંકુ પડ્યું...મચ્યો ખળભળાટ..
સાબરકાંઠા દિલ્લામાં સ્થાનિક સંસ્થાઓમાં નવા પદાધિકારીઓની વરણીની પ્રક્રિયામાં વડાલીમાં વિવાદ સર્જાતા સૌ કોઇ ચોંકી ગયા હતા.
વિગતે જોઇએ તો, વડાલી નગરપાલિકાની ચુંટણીમાં પ્રમુખ ઉપપ્રુખની વરણી થયા બાદ વિવાદ વકર્યો હતો. વડાલી પાલિકામાં પ્રમુખ તરીકે યશરાજસિંહ ભાટી અને ઉપ પ્રમુખ તરીકે કૈલાશબેન નાઈની વરણી થઇ હતી. સમગ્ર વરણીની પ્રક્રિયા સરળતાથી ચાલી હતી પણ વરણી થતાં જ વિરોધ શરૂ થયો અને હોબાળો થતા ભાજપના પંદરથી વધુસદસ્યોએ ચાલતી પકડી હતી. જેથી નેતાઓમાં સોપો પડી ગયો હતો….
તરત જ પાર્ટીના સંગઠન દ્વારા સમજાવટ કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા. તેમને સમજાવવા છતાં પંદરથી વધુ સભ્યોએ વિરોધ દર્શાવી હોબાળો મચાવ્યો. હતો. એટલુ જ નહીં વોક આઉટ થયેલા ભાજપના પંદરથી વધુ સભ્યોએ રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારતા સંગઠનમાં ખળભળાટ મચી ગયો હતો.
એમ કહેવાય છે કે તેમને ભાજપ દ્વારા નક્કી કરાયેલા નામો પસંદ નહોતા તેમ છતાં સદસ્યોએ ભાજપે મેન્ડેટના આધારે વડાલી શહેરને નવીન પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી કરવામાં સહયોગ આપ્યો હતો. પરંતુ ત્યારબાદ મામલો બિચક્યો હતો.




