sabarkathaराष्ट्रीय
વિશાલ સેવા ટ્રસ્ટ દ્રારા નશામુકત ભારત-સ્વસ્થ ભારત અભિયાન હેઠળ કાર્યક્રમ યોજાયો..
વિનોદ બ્રહમભટ્ટ:D.K.K NEWS….

નશાબંધી અને આબકારી ખાતા પુરસ્ક્રુત વિશાલ સેવા ટ્રસ્ટ દ્રારા ચંદ્રાણા- તા- પોશીના જી- સાબરકાંઠાએ એકલવ્ય મોડલ સ્કુલના સહયોગથી નશાબંધીના ફાયદાઓની વાતો મનોરંજન સાથે કરવામાં આવી હતી.
આજરોજ એકલવ્ય મોડલ સ્કુલના સંકલનથી વિશાલ સેવા ટ્રસ્ટના પારૂલબેન મકવાણા અને તેમની ટીમ તેમજ આદિવાસી પ્રગતિ યુવક મંડળના નારણભાઈ, વિનોબાભાવે સેવા સંસ્થાનના વિનોદ બ્રહમભટ્ટ તેમજ સ્કુલ પરિવારના સહકારથી નશાબંધી કાયઁક્રમ યોજવામાં આવ્યો હતો. તમામ પ્રકારના વ્યસનોથી દૂર રહેવા માટેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.




